ગુજરાતીને કોઈના પહોંચે ધંધામાં, ત્યારે 2 હજાર ની નોટ પાછી ખેંચી લેવાની રિઝર્વ બેંક દ્વારા કરાયેલી જાહેરાતથી અનેક લોકો ટેન્શનમાં આવી ગયા હતા, અને ઘણાએ તો બેંકમાં જઈને જમા પણ કરાવી દીધી, ત્યારે ગુજરાતના અનેક વેપારીઓએ આ પ્રશ્નને અવસરમાં પલટી દીધો અને જે રોજની ઘરાકી ઓછી હતી તેમાં તેજીનો તોખાર જોવા મળ્યો છે, ત્યારે ગુજરાતના જામનગર રાજકોટ થી લઈને gj- 18 ના સેક્ટર 21 ના વેપારી દ્વારા જેઓ કપડાનો શોરૂમ ધરાવે છે, તેમણે ત્રણ 2000 ની નોટ લાવો અને 2200 રૂપિયાની ખરીદી કરી જાઓ, સાથે વધુ 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ગણો કે ₹200 ની વધારે ખરીદી આપી રહ્યા છે ,જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આફતને અવસરમાં પલટી દેનારા ગુજરાતી વેપારીની ભારે ચર્ચા જગાવી હતી…….
બોક્સ
2000 ની નોટથી જે પ્રતિબંધ એટલે કે 30 સપ્ટેમ્બર પછી ખેંચી લેવાની વાતોથી અનેક વેપારીઓ જે 2000 ની નોટ લેતા હતા ,તેમને ત્યાં તેજીનો તો ખાર જોવા મળ્યો છે. આફતને અવસરમાં પલટીને 2000ની સામે વધુ ૨૦૦ની ખરીદી એટલે કે ૨૨૦૦ તેમ ઈલેક્ટ્રોનિકસ ધંધાર્થીઓએ પણ 2000ની નોટો લાવોને તબિયતથી ખરીદી કરો ના પાટીયા ઝૂલતા કરી દીધા છે.