ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અબજોની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, ત્યારે મોટા કોન્ટ્રાક્ટરો મધપુડો હવે ગુજરાતમાં જોઈ ગયા છે, તગડા ભાવ ભરીને તગડા બનેલા કોન્ટ્રાક્ટરો સારા મિટિરિયલ્સના ભાવ સાથે મેળવેલો કોન્ટ્રાક્ટમાં હલકી કક્ષાનું, ગુણવત્તાયુકત મટીરિયલ્સ વાપરીને ગમે ત્યારે બ્રિજ બેસી જાય તેવા કામો કરીને વધુ રીચ બનાવા અને વધુ લપેટી લેવા લોખંડ, સળિયા પણ હલકી ગુણવંતાના વાપરતા હોય છે, ત્યારે અમદાવાદ સ્થિત કોટેશ્વર બ્રિજ જે બનાવ્યો હતો ,તે શરૂ થતાં પહેલાં જ અનેક ભ્રષ્ટાચાર થી લઈને બ્રિજનું કામ તકલાદી હોવાનું બહાર આવતા અત્યારે આ બ્રિજ નો પ્રશ્ન ધોન્ચમાં પડ્યો છે, ત્યારે અમદાવાદના બ્રિજમાં હલકી ગુણવંતાનું કામ કરનારી કંપની કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા પોતે GJ- 18 રક્ષા શક્તિ ઓવરબ્રિજનું પણ કામ મળેલ જે પૂર્ણ તો થઈ ગયું છે ,પણ આ બ્રિજ હવે દાઉઞફૂલ છે ,હમણાં પીએમ તથા કેન્દ્રીય ગૃહ મંત્રી પણ આવીને ગયા, લાગતું હતું કે આ બ્રિજનું ઉદઘાટન થઈ જશે પણ ઉદ્ઘાટન લંબાતું જાય છે,
ક્યાંક લોચા લાપસી કામમાં હોવાનું લોકો કહી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર પુરાવા સમાન કોટેશ્વર બ્રિજ જે કંપનીએ બનાવ્યો છે, તે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા કંપનીએ જ આ રક્ષા શક્તિ ઓવર બ્રિજ બનાવ્યો છે. જેથી તેમાં પણ કામમાં ,મટીરીયલ્સમાં ઞોબાચારી હોવાની શંકા ના પગલે તેનું લોકાર્પણ લટકેલું છે ત્યારે આ કંપની સામે પોલીસ ફરિયાદ અને હલકી ગુણવત્તા વાળો બ્રિજ હાટકેશ્વરનો તોડી પાડવાના નિર્ણયથી આ વિવાદનો વંટોળિયો GJ- 1 એવા અમદાવાદથી GJ-18 ખાતે રક્ષા શક્તિ સુધી પહોંચ્યો છે ,ત્યારે કંપની દ્વારા ૧૪ થી વધારે ટ્રકો ચલાવીને ટેસ્ટિંગ કરી રહ્યા છે ,પણ હવે તંત્રને પણ ડર લાગે છે, સરકાર દ્વારા સારી ક્વોલિટીના નાણાં બ્રિજ માટે ચુકવ્યા છે, ત્યારે હવે કોઈપણ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાવ્યા બાદ કોઈ ઘટના બને તો ? હવે તંત્રને પણ આ પ્રશ્નને ઉદ્ઘાટન ક્યારે તે બાબતે જવાબ આપવા ખો આપી રહી છે.
બોક્સ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા, ગુણવત્તા યુકત અને સારા મટીરીયલ્સ વાપરીને મજબૂત ઓવરબ્રિજ નો કોન્ટ્રાક્ટ આપેલ ,ત્યારે હાટકેશ્વર બ્રિજમાં તંત્રની જવાબદારી પણ ખરી કારણકે બ્રિજ બનતો હોય ત્યારે ઉચ્ચ અધિકારી, ઇજનેરોએ શું ચકાસણી કરી? ત્યારે હાટકેશ્વર બ્રિજ બાદ રક્ષાશક્તિ ઓવરબ્રિજ જે બનીને તૈયાર થઈ ગયો છે, પણ તંત્ર લોકાપર્ણ કરવા ડરી રહ્યું છે હાલ ટ્રાફિકથી લોકો પરેશાન થઈ ગયા છે ,પણ ચાલુ ક્યારે કરશે, હવે એવું લાગે કે તંત્ર હિંમત નહીં કરે તો પ્રજા પોતે જ વાહનો જવા દઈને ઉદ્ઘાટન ના કરી નાખે.