ગુજરાત યુનીવર્સીટી પો.સ્ટે. વિસ્તારમાં આઇફોન મોબાઇલની ચોરી કરનાર બે ઇસમોને કુલ રૂપિયા ૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

અમદાવાદ

ગઇ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ આંબાવાડી પાંજરાપોળ ચાર રસ્તા પાસે, થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ, વાયબલ રી-રીકોમર્સ ઇન્ડીયા પ્રા.લી. નામના શો-રૂમમાંથી એપલ કંપનીના આઇફોન મોબાઇલ ફોન નંગ-૧૧૯ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૭૭,૩૯,૮૦૦/- ની ચોરી અંગેનો ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૭૨૩૦૦૯૯/૨૦૨૩ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબની ફરીયાદ દાખલ થયેલ હતી.જે ગુનામાં મોટી રકમના આઇફોન મોબાઇલની ચોરી થયેલ હોય, ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીની સુચના મુજબ પો.ઈન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે ઝીણવટપૂર્વકની તપાસ હાધ ધરેલ.આ દરમ્યાંન ખાનગી રાહે હકીકત મળેલ કે, “અગાઉ અસંખ્ય ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર દરજી રહે-વડોદરા તથા અશોક ઉર્ફે અજય ડાહ્યાભાઈ મકવાણા રહે, દાણીલીમડા અમદાવાદ શહેરનો સંડોવાયેલ હોવાનુ જણાય આવેલ.આ કામે આરોપીઓની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ વડોદરા, આણંદ તથા એક ટીમ રાજકોટ, સુરેન્દ્રનગર અને એક ટીમ અમદાવાદ શહેરમાં તપાસમાં રવાના થયેલ.

આ કામે આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન આરોપીઓ (૧) અમિત ઉર્ફે શ્યામ સન/ઓફ નવીનચંદ્ર દરજી ઉવ.૪૬ રહે, ૨ ગ્રાઉન્ડ ફલોર અદાણીયા સરસીયા તળાવ ફતેહપુરા પોસ્ટ ઓફિસની પાછળ ફતેહપુરા વડોદરા મુળ વતન કિષ્નાપાર્ક સોસાયટી વિદ્યાડેરી રોડ જુના નાવલી ગામ રોડ બોરસદ ચોકડી પાસે આણંદ જી. આણંદ તથા (૨) અશોક ઉર્ફે અજય સન/ઓફ ડાહ્યાભાઈ મકવાણા ઉવ.૪૪ રહે, પ પંચવટી સોસાયટી હેતલકુંજની બાજુમાં દાણીલીમડા ગામ

દાણીલીમડા અમદાવાદ શહેરને જમાલપુર એસ.ટી. રોડ નવી ચાલી ચાર રસ્તા પાસેથી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી એપલ કંપનીના આઇફોન મોબાઇલ ફોન નંગ-૧૧૯ કિ.રૂ. ૯૦,૩૮,૧૦૦/- તથા મો.સા.-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા લોખંડનુ ખાતરીયુ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ તથા થેલો-૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૯૦,૫૮,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ગુનાની એમ.ઓ.

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી અમિત દરજી બનાવના દિવસે અમદાવાદ આવી સહ-આરોપી અશોક મકવાણાની દુકાને આવી પોતાને પૈસાની જરૂર હોય, જેથી બન્ને આરોપીઓ ચોરી કરવાના ઇરાદે રવાના થયેલ અને રસ્તામાંથી આનંદનગર વિસ્તારમાંથી એક મો.સા.ની ચોરી કરી બન્ને આરોપીઓ સોલા પો.સ્ટે. વિસ્તારમાં મેરેડીયમ કોમ્પલેક્ષમાં બે દુકાનોના તાળા તોડેલ. ત્યારબાદ નવરંગપુરા પો.સ્ટે. વિસ્તારમાં પોસ્ટ ઓફીસની બાજુના કોમ્પલેક્ષમાં જઇ બે દુકાનમાં તાળા તોડેલ. ત્યારબાદ રાતના અગીયારેક વાગ્યા આસપાસ પાંજરોપોળ વિસ્તારમાં થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ, વાયબલ રી-રીકોમર્સ ઇન્ડીયા પ્રા.લી. નામની ઓફીસના તાળા તોડી, સાતમા માળે અને ચોથા માળની ઓફીસના તાળા તોડી, મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે.

આ ગુનો કરવામાં આરોપી અમિત દરજી એ દુકાનના તાળા તોડવા માટેનુ લોખંડનુ સ્પેશ્યલ હથીયાર “ખાતરીયુ” બનાવેલ હતુ. જેનો ઉપયોગ આરોપી ઓફીસના તેમજ દુકાનના તાળા તેમજ દરવાજા તોડવા માટે ઉપયોગ કરતો હતો.

ગુનો કરવાનો હેતુ

આરોપીઓ ચોરી કરવાની ટેવવાળા હોય, તેઓને હાલ મકાન બનાવવા માટે પૈસાની જરૂર હોય, જેથી આ ગુનો કરેલ હોવાનુ આરોપીએ જણાવેલ છે. આરોપી અશોક મકવાણા અગીયાર વર્ષ સુધી નારોલ ચાર રસ્તા પર મોબાઇલની દુકાન ધરાવતો હતો અને છેલ્લા પાંચ વર્ષથી ગીતામંદીર પાસે મોબાઇલ રીપેરીંગનુ કામ કરતો હતો જેથી ચોરી કરેલ આઇફોન મોબાઇલ આરોપી દિલ્હી તેમજ મુંબઇમાં વેંચવાની પેરવીમાં હતો.

શોધાયેલ ગુનાઓ

(૧) ગુજરાત યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૭૨૩૦૦૯૯/૨૦૨૩ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબ

(૨) આનંદનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૧૨૩૦૧૫૭/૨૦૨૩ ઇપીકો કલમ-૩૭૯ મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com