રાજ્ય સરકારે સચિવાલયમાં નોકરી કરતા તમામ કર્મચારીઓ માટે સમયસર બસ મળી રહે તે ઉદ્દેશથી પોઇન્ટ બસો વર્ષોથી શરૂ કરી છે, ત્યારે કડી ,છત્રાલ જે બસ પોઇન્ટની ચાલે છે, તે એક જ આવે છે અને રોજના પેસેન્જર જે 56 સીટ હોય તેના કરતાં 77 જેટલા પેસેન્જરો બસમાં ખીચો ખીચ ભરીને જાય છે ,ત્યારે બસ સચિવાલય ઉતર્યા બાદ સાંજે જે બસ સાડા છ (પોઇન્ટ)ની ઉપડવી જોઈએ, તે વહેલી ઉપાડવા મંત્રીના પટાવાળા (આઉટસોર્સિંગ) મહેસાણાના ડેપો મેનેજરને તથા ગાંધીનગરના ડેપો મેનેજરને ખખડાવે છે કે બસ દસ મિનિટ વહેલી ઉપાડવાની ,ત્યારે ચા કરતાં કીટલી ગરમ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે 10 મિનિટ વહેલી ઉપાડતા અનેક પેસેન્જરો રહી જાય છે.
મુખ્યમંત્રીથી લઈને ડેપો મેનેજરને લેખિત પત્રથી જાણ કરીને આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે ,ત્યારે ખરેખર જોવા જઈએ તો કોઈપણ પોઇન્ટ ની બસો છે, ઉપડવાનો સમય 6:30 પછીનો છે, તો પછી આ પોપટિયા પટાવાળા માટે 6:20નો સમય કેમ?? ત્યારે મંત્રીને આ વાતની ખબર પણ હોતી નથી અને ફણામંત્રીને ત્યાંથી બોલું છું ,તેમ કહીને ડેપો મેનેજરને ડરાવતો હોય છે, ત્યારે આ પ્રશ્ને અનેક પેસેન્જરોએ વહેલી બસ ઉપડવાનો વિરોધ કરેલ છે, ત્યારે મંત્રીના નામ અને લેબલ ઉપર હોહા મચાવતા આ પટાવાળો કોણ છે?? તે હવે આવનારા દિવસોમાં છાપરે ચડે તો નવાઈ નહીં.
મંત્રીના પટાવાળાએ ભારે કરી:-
કડી, છત્રાલ બસની ત્રણ વખત રજૂઆત પણ કરવામાં આવી છે. બસ નંબર જીજે 18 ઝેડ 40 35 બસ આવે છે, 300 પેસેન્જર હોવા છતાં બસ વધારો કરવા તથા પોઇન્ટની બસ સાંજે જે નિયમો અનુસાર સાડા છ વાગે ઉપડે છે, તે સમયસર ઉપડે તેવી માંગણી પણ ઉઠવા પામી છે
મંત્રીના પટાવાળાએ ભારે કરી, એસ.ટી નો સમય સાડા છ પોઇન્ટનો ઉપડવાનો છે અને પોતે ફલાણા મંત્રીને ત્યાંથી બોલું છું તેમ કહીને 6-20 કરાવ્યો, ત્યારે છાપરે ચઢાવવા આ પટાવાળા ની શોધખોળ પણ ચાલુ થઈ ગઈ છે.