ગુજરાતનું કહેવાતું GJ-૧૮ ખાતે ટ્રાફિક શાખા ના જવાન પોતે માઇક લઈને ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓને અને વાવાઝોડું આવે તો કઈ રીતે બચવું, સલામત જગ્યાએ જતા રહેવું અને ઝાડ નીચે ઉભાના રહેશો તથા ઢોરઢાંખર બકરીઓ હોય તો તેમને છૂટી મૂકી દેવી, અથવા જ્યાં સલામતી જગ્યા હોય ત્યાં રાખવાની અપીલ સાથે દરેક ઝૂંપડપટ્ટીમાં આ જવાને સરકારની સમસ્યામાં પોતે ભાગીદાર બનીને મદદે આવ્યા છે, ત્યારે કુદરતી આપત્તિ સામે સૌ કોઈ લાચાર છે, આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચિંતાતુર છે, અનેક બેઠકો કરીને ગુજરાતની પ્રજા તથા ગુજરાતને નુકસાન ન થાય તે માટે સરાહનીય પ્રયાસમાં લાગી ગયા છે ત્યારે આપણા સૌની ફરજ છે, કે સરકાર પોતાની જવાબદારી સમજીને જે કામ કરી રહી છે તેમાં સહયોગ આપીએ આપણા સૌની ફરજ છે ત્યારેતસવીરમાં પોલીસ એવા ટ્રાફિક શાખા ની જવાબદારી આ કાર્યની નથી તો પણ દેશ અને રાજ્ય માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે પોલીસ જવાન જે સૂચનાઓ આપી રહ્યો છે, તે તેની કામગીરી નથી છતાં મેદાને ઉતર્યાે છે, ત્યારે આપણા સૌની ફરજ છે કે આ આપત્તિ સામે સરકારને પણ જાેઈએ તેટલો પૂરો સહયોગ કરીએ.
‘બિપોરજાેય આપત્તિથી બચાવવા GJ-૧૮ ની ટ્રાફિક પોલીસ મેદાને ઉતરી, સાવધાનીના સૂચનો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments