ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ વધી રહ્યું છે. આ અંગે આઇએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, બિપરજોય વાવાઝોડું જખૌથી 70 કિમી દૂર છે. જે ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.જેના લીધે ભારે વરસાદ ચાલુ છે અને લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ છે. સમુદ્ર તટ પર 115થી 125ની સ્પીડ સાથે બિપરજોય ટકરાશે.
ચક્રવાતની ગતિ 15 કિમી પ્રતિ કલાકથી વધુ વધી રહી છે.દરિયાકાંઠે પવનની ઝડપ 60-80 કિમી પ્રતિ કલાક છે. જ્યારે તે 115-125ની ઝડપે દરિયાકાંઠાને પાર કરશે. તેમજ ક્યાંક ચક્રવાતની ઝડપ 140 સુધી જશે આ સમગ્ર પ્રક્રિયા મધરાત સુધી ચાલશે
બિપરજોય વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી દીધી છે. આ બધા વચ્ચે આ વખતે વાવાઝોડું બે વાર અથડાવાનું છે. આજે ચક્રવાત ‘બિપરજોય’ ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને રાજ્ય સરકાર એલર્ટ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં NDRF ની 6 ટીમ તથા 100 જેટલા જવાનો કાર્યરત છે. લાઈવ જેકેટ,બોટ તથા આધુનિક સાધનો સાથે આ ટીમ સજ્જ છે.
અત્યાર સુધી 46 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRF સાથે 4 ફાયર વિભાગની ટીમ તહેનાત છે. જે નલિયા, નારાયણસરોવર, માંડવી અને ભુજમાં રહેશે. NDRFની ટીમ વાવાઝોડા બાદ રાહત બચાવની કામગીરી કરશે.
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાને પગલે ધાર્મિક સ્થળો પર સતર્કતા વર્તવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ચોટીલા મંદિર બંધ રાખવામાં આવ્યા છે. દ્વારકા અને સોમનાથ મંદિર આજે દર્શનાર્થીઓ માટે બંધ છે. જ્યારે પાવાગઢ મંદિર આજે અને આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ છે. તો આ તરફ ચોટીલા મંદિર ટ્રસ્ટે આગામી બે દિવસ દર્શનાર્થે ન આવવા અપીલ કરી છે.
તો બીજી તરફ વાવાઝોડાને પગલે કચ્છમાં પવનચક્કીઓ બંધ કરાઈ છે. અલગ – અલગ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે. ગુજરતમાં સૌથી વધુ પવન ચક્કીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. કચ્છના માંડવી અને આસપાસના વિસ્તારમાં પવનચક્કીઓ પણ બંધ કરાઈ છે. વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પવનચક્કીઓ બંધ કરાઈ છે. ઓટોમેટીક લોક સિસ્ટમથી પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે.