પ્લોટનો હેતુફેર કરનારા બિલ્ડરોનું આવી બન્યું, ૪૦ ટકા જમીન કપાતમાં જશે

Spread the love

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)ના એક ર્નિણયથી છે AUDA-BUILDERS રિયલ્ટી ક્ષેત્રમાં ડેવલપર્સને મોટો ફટકો પડી શકે છે. વધુમાં ઔડાના આ ર્નિણયનો અમલ વર્ષ ૨૦૧૦ પહેલાં મંજૂર કરાયેલી અનેક પ્લોટિંગ સ્કીમ પર પણ પડશે. હવે ડેવલપર્સ તેમની પ્લોટિંગ યોજનામાં સબપ્લોટનો હેતુ બદલશે તો તેમની ૪૦ ટકા જમીન કપાતમાં જશે તેવો AUDAએ ર્નિણય કર્યો છે.ઑડાના આ ર્નિણયનો અર્થ એ થાય છે કે જાે ડેવલપર્સે તેમની છે. AUDA-BUILDERS પ્લોટિંગ સ્કીમમાં તમામ સબપ્લોટ પર બંગલા બનાવવાના હેતુથી મંજૂરી મેળવી હોય, પરંતુ હવે તે સબપ્લોટને મર્જ કરવાનો ર્નિણય લે અને તેના પર બંગલા બનાવવાના બદલે રહેણાંક એપાર્ટમેન્ટ અથવા કોમર્શિયલ બિલ્ડિંગનું બાંધકામ કરે તો આવા કિસ્સામાં માર્ગ અને બગીચા જેવી જાહેર જગ્યાઓના ઉપયોગ માટે ડેવલપરની ૪૦ ટકા જમીન કપાતમાં જશે.
અત્યાર સુધી, ડેવલપર દ્વારા સબપ્લોટ વેચવામાં આવ્યા હોય તો ઇચ્છિત ટીપી સ્કીમમાં ૨૦૧૦ પહેલાં મંજૂર કરાયેલ પ્લોટિંગ સ્કીમોને મૂળ પ્લોટમાંથી ફરજિયાત ૪૦% જમીન કપાતમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
શેલામાં ડ્રાફ્ટ ટીપી સ્કીમની દરખાસ્ત પર ચર્ચા દરમિયાન, AUDA-BUILDERS ઔડા બોર્ડના સભ્યોના ધ્યાનમાં આવ્યું હતું કે પ્લોટિંગ સ્કીમમાં કેટલાક સબપ્લોટમાંથી જમીન કપાત ૪૦% કરતા ઓછી હતી. આ અંગે ઔડાના અધિકારીઓએ ખુલાસો આપ્યો હતો કે પહેલાથી સબપ્લોટ વેચાઈ ગયા હોય તેવી પ્લોટિંગ સ્કીમાંથી ૪૦ ટકા જમીન કપાત ન કરવાની નીતિના કારણે આ સબપ્લોટમાંથી ૪૦ ટકા જમીન કપાત કરાઈ નથી. આ સંદર્ભમાં બોર્ડે ર્નિણય લીધો હતો કે જાે બિલ્ડર વેચાયેલા અથવા ન વેચાયેલા સબપ્લોટના હેતુમાં ફેરફાર કરે તો નિયમ મુજબ ૪૦ ટકા જમીન કપાત કરાશે.ઔડાના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે છે AUDA-BUILDERS જણાવ્યું હતું કે બોપલ અને ઘુમા જેવા વિસ્તારોમાં અનેક પ્લોટિંગ સ્કીમ્સ છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) અને શેલા જેવા ઔડાના વિસ્તારો સાથે મર્જ કરવામાં આવી હતી અને તેમના લેઆઉટ પ્લાન ૨૦૧૦ પહેલા મંજૂર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આવી પ્લોટિંગ સ્કીમમાં કેટલી જમીન કપાત કરવી તે અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે જાે પ્લોટિંગ સ્કીમમાં સબપ્લોટ વેચવામાં આવે તો લેઆઉટમાં પહેલાથી જ સીમાંકિત કરાયેલા રસ્તાઓ સિવાય કોઈ કપાત કરવામાં આવશે નહીં.’
“જાે કે, કેટલાક ડેવલપર્સ તેમની પ્લોટિંગ સ્કીમમાં ન વેચાયેલા AUDA-BUILDERS સબપ્લોટ અને એપાર્ટમેન્ટ અથવા કોમર્શિયલ બિલ્ડીંગ બાંધવાનો હેતુ બદલી રહ્યા હતા અને શૂન્ય કપાત અથવા ઓછી કપાત નીતિનો લાભ લઈ રહ્યા હતા. તેથી, ઔડાએ ૨૦૧૭ના ઠરાવને અમલમાં મૂકવાનો ર્નિણય કર્યો છે. આ ઠરાવમાં આદેશ અપાયો છે કે જાે ડેવલપર્સ પાછળથી તેમનો હેતુ બદલશે તો ૨૦૧૦ પહેલાં મંજૂર કરાયેલ પ્લોટિંગ સ્કીમમાં પણ વેચાયેલા અથવા નહીં વેચાયેલા સબપ્લોટમાંથી ૪૦% જમીન કપાત કરવામાં આવશે,” તેમ અધિકારીએ જણાવ્યું હતું.જાેકે, અધિકારીએ જણાવ્યું હતું કે શૂન્ય અથવા ઓછા કપાતનો લાભ ફક્ત એવા સબપ્લોટ્‌સ પર લાગુ થશે જે ૨૦૧૦ પહેલાં પ્લોટિંગ સ્કીમ મંજૂર કરવામાં આવી હતી ત્યારે વેચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઔડાના આ ર્નિણયની અસર બોપલ, ઘુમા અને શેલા જેવા વિસ્તારોમાં લગભગ નવ ટીપી સ્કીમના પ્લોટિંગ પર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com