ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ દ્વારા મોટી જાહેરાત કરી છે, હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હવેથી અંજાર,ગાંધીધામ,રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં GJ-39 નંબર લાગશે.મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધી ધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટને લઈને હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ તો હવે આ તાલુકાના લોકોના નંબર પ્લેટ પર GJ-39 RTO કોડ લાગશે. ત્યારે આ નિર્ણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે.તમને જણાવી દઈએ તો વિસ્તાની દ્રષ્ટીએ કચ્છ જિલ્લો સૌથી મોટો છે. ત્યારે ગુજરાત રાજ્યનો ટ્રાન્સપોર્ટ વાહન ધરાવતો પ્રથમ જિલ્લો છે. ત્યારે પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરીના કા માટે છેક જિલ્લા મથક કચેરી ભૂજ સુધી ધક્કો ખાવો પડતો હતો. જે બાદ પૂર્વ કચ્છના અંજાર વિસ્તારના લોકો માટે નવી સહાયક વાહન વ્યવહાર કચેરી નિર્માણ પામી હતી. ત્યારે હવે લોકો લાયસન્સ સહિતની અન્ય કામગીરી માટે અંજાર આરટીઓ ખાતે લાભ લઈ રહ્યા છે, સાથે જ નવી કચેરી સાથે પૂર્વ કચ્છને નવા આરટીઓ કોડ GJ-39 મળ્યો છે.