હવે કઠોળ પણ મોંઘાં : રિટેલમાં 20 થી 40 રૂપિયા ભાવ વધારો

Spread the love

બિપરજોય વાવાઝોડાની અસર હજુ બજાર પરથી દૂર નથી થઈ. ત્યાં જ ચોમાસાની અસર બજાર પર જોવા મળી રહી છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બિપોરજોયમાં વધેલા શાકભાજીના ભાવ ચોમાસુ શરૂ થવા છતાં પણ ઘટ્યા નથી. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા તેની જગ્યાએ લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ વરસાદના કારણે વધારો નોંધાયો છે.દરેક સિઝનમાં સિઝનેબલ વસ્તુમાં ભાવમાં વધારો નોંધાતો હોય છે. આ વર્ષે બિપોરજોય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં જે વધારો થયો હતો તે તો યથાવત જ છે સાથે જ શાકભાજીની અવેજીમાં જે કઠોળનો ઉપયોગ લોકો કરતા હોય છે તેમાં વરસાદ દરમિયાન વધારો જોવા મળ્યો છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે હોલસેલમાં કઠોળના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો નોંધાયો છે, જ્યારે રિટેલમાં 20 થી 40 રૂપિયા ભાવ વેપારીઓ લઈ રહ્યા છે. શાકભાજી અને કઠોળ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવાથી ભાવ વધારા વચ્ચે લોકો જરૂર કરતાં ઓછી ખરીદી કરીને પણ કામ ચલાવી રહ્યા છે.વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો હતો. જે હજુ યથાવત છે. હોલસેલમાં 15 ટકાથી વધુ તો રિટેલમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો થયો હતો. ટામેટાના એક કિલોના ભાવ 20 રુપિયાના 80 રૂપિયા થયા છે. તો આદુના 60ના 200 રૂપિયા થયા છે. કોથમીના ભાવ રૂ.120 પહોંચ્યા છે.હોલસેલ બજારમાં કઠોળના ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો રિટેલ બજારમાં અલગ અલગ વિસ્તારમાં 20 થી 40 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. જે ખૂબ વધુ કહી શકાય. જેના કારણે લોકો શાકભાજી ખાય કે કઠોળ ખાય તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. મગના કિલોદિઠ 5 થી 7 રૂપિયા વધ્યા છે, તો તુવેર દાળના કિલોદિઠ 125 રુપિયાના હવે 130 થયા છે. ચોળા 107 રૂપિયે કિલો હતા. જેના હાલમાં 115 રૂપિયા છે. આ સિવાય તમામ કઠોળના ભાવમાં વધારો નોંધાયો છે.કઠોળ કરતાં વધુ મસાલામાં ભાવ વધારો નોંધાયો છે. છેલ્લા 2 કે 3 મહિના પહેલા જીરું અને વરિયાળી સહિતના મસાલાના જે ભાવ હતા તેની સામે હાલ 2 થી 3 ગણા ભાવ વધ્યા છે. જીરું પહેલા રૂ.320નું કિલો હતું તે 680 એ મળી રહ્યું છે, વરિયાળીનો ભાવ રૂ. 220થી 420 પર પહોંચ્યો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડા અને બાદમાં વરસાદી માહોલના કારણે ઉપરથી ભાવ વધતા હોલસેલ અને રિટેલ બજારમાં ભાવ વધારો નોંધાયો છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જ્યાંથી આ કઠોળ આવતા હોય છે. જેના કારણે તેના ભાવ પર અસર જોવા મળી છે. જોકે વેપારીઓએ સાથે એ પણ જણાવ્યું કે જો આ વર્ષે વરસાદ સારો રહ્યો તો હાલ કઠોળ માટે પાકની સીઝન છે, જો પાક સારો થશે તો આગામી વર્ષ દરેક લોકો માટે સારું જશે. તેમજ ભાવ વધારો પણ નહિં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com