લવ ,સેક્સ ઔર ધોખા…..યુવતીને ગર્ભ રહી જતા યુવકે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો

Spread the love

અમદાવાદ શહેરમાં વધુ એક યુવતી લવ સેક્સ ઔર ધોખાનો ભોગ બની છે. વિધર્મી યુવકે વધુ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હિંદુ યુવતીએ વિધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવકે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. બાદમાં યુવતીને ગર્ભ રહી જતા યુવકે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. સમગ્ર મામલે યુવતીએ દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો દોઢ વર્ષ પહેલા ફરિયાદી યુવતી અને અશરફ અન્સારી એક સાથે નોકરી કરતા હતા, જ્યાંથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જોકે બાદમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી. જોકે યુવકે યુવતીને અવાર નવાર લગ્નની લાલચ આપી હતી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીને ગર્ભવતી બનાવી હતી. ગર્ભ રહી જતા યુવતીએ યુવકને લગ્ન કરી લેવાનું કહેતા યુવકે ઈનકાર કર્યો હતો, જેથી યુવતીએ પોલીસ મથકમાં યુવક અશરફ અંસારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દાણીલીમડા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીને હાલ 5 માસનો ગર્ભ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *