અમરાઇવાડીમાં જાહેર રોડ પર છરી મારનાર ત્રણ વ્યકિતોઓને નાના ચિલોડા ટોયટો શો રૂમ નજીકથી પકડતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

આરોપી ગોવિંદ ઉર્ફે ભુરો , કુશાલસિંગ સઓ કરણસિંગ રાજપૂત, રીષી

અમદાવાદ

ગઈ તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ અમરાઇવાડી વિસ્તારમાં આવેલ જનતાનગર સંતોષી પાન પાર્લરની પાછળ આવેલ અનિલભાઈની ભંગારની દુકાન આગળ જાહેર રોડ પર એક વ્યકિતને અજાણ્યા વ્યકિતોએ છરી વડે માર મારતા સદર વ્યકિત સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય, જે બાબતે અમરાઈવાડી પોલીસ સ્ટેશન એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૪૨૩૦૪૨૫/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૦૨,૩૨૬,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો અજાણ્યા વ્યકિતો વિરૂધ્ધ ખૂનનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ ,આ ગુન્હાની ગંભીરતા જોઈ ગુન્હો શોધી કાઢવા સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો આરોપીને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરેલ. પો.ઈન્સ. બી.એસ.સુથારની ટીમના પો.સ.ઈ. કે.એલ.ખટાણા તથા સ્કોડના પોલીસ સ્ટાફના માણસોની સંયુક્ત ટીમો કામે લાગી હતી.દરમ્યાન એ.એસ.આઇ નવનીતભાઇ તથા અ.પો.કો મહેન્દ્રસિંહ તથા અ.પો.કો શીશપાલને બાતમી હકીકત મળેલ કે “ગઈ તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ અમરાઇવાડી વિસ્તારમાં આવેલ જનતાનગર સંતોષી પાન પાર્લરની પાછળ આવેલ અનિલભાઈની ભંગારની દુકાન આગળ જાહેર રોડ પર એક વ્યકિતને અજાણ્યા વ્યક્તિોએ છરી વડે માર મારતા વ્યકિત સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે ગુનામાં સંડોવાયેલ વ્યકિતઓ નંબર વગરની એકટીવા લઇ નાના ચિલોડા તરફથી અવી. નાના ચિલોડા ટોયોટો શો રૂમ થઇ એરપોર્ટ તરફ જવાના છે.”જે આધારે આરોપી (૧) ગોવિંદ ઉર્ફે ભુરો 5/D જગદીશભાઈ નંદકિશોર જાજોરીયા (મારવાડી),ઉં.વ.૨૦, રહે.પતરાવાળી ચાલી, જનતાનગર, અમરાઈવાડી, અમદાવાદ શહેર (૨) કુશાલસિંગ સઓ કરણસિંગ રાજપૂત, ઉં.વ. ૧૮, રહે. મ.ન.૧૦૩, સોસાયટીની ચાલી,જનતાનગર, ન્યુ કોટન રોડ, અમરાઈવાડી, અમદાવાદ શહેર (૩) રીષી સ/ઓ રાજકુમાર રાજારામ પાડે, ઉ.વ.૧૮, રહે.મ.ન.૧૧૧, સોસાયટીની ચાલી, જનતાનગર, ન્યુ કોટન રોડ, અમરાઈવાડી, અમદાવાદ શહેરને નાના ચિલોડા ટોયટો શો રૂમ નજીક થી ઝડપી લીધેલ છે.આરોપીઓ ગઇ તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રીના વરસાદ હોય ઉપરોકત ત્રણેય આરોપીઓ મળી આવેલ એક્ટીવા પર તેમજ તેઓના મિત્રો કિશન ઉર્ફે હડ્ડી રાજેસિહ ઠાકુર રહે.અમરાઈવાડી અમદાવાદ તથા સુરજ રામમીલન પાલ રહે. અમરાઈવાડીના પ્લેંડર મો.સા.પર ફરતા ફરતા આશરે સાડા નવેક વાગ્યાના સુમારે અમરાઈવાડી જનતાનગર સંતોષી પાન પાર્લરની પાછળ આવેલ અનિલભાઈની ભંગારની દુકાન આગળ જાહેર રોડ પર ગયેલ. ત્યાં ઉભા હતા તે દરમ્યાન ગોવિંદે તેના પહેરેલ કપડા કાઢી નીચવતો હોય, તે દરમ્યાન એક અજાણ્યો વ્યકિત તેઓની પાસે આવી બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગતા તેની સાથે ઝપાઝપી થયેલ. તે દરમ્યાન કિશન ઉર્ફે હડ્ડીએ તેની પાસેની છરી વડે સદર વ્યકિતને જાંગના ભાગે એક ઘા મારેલ અને બીજો ઘા મારવા જતા કુશાલ રાજપૂત વચ્ચે આવતા તેને છાતીના ભાગે છરી વાગી ગયેલ. જેથી કિશને ફરીવાર અજાણ્યા વ્યકિતને પેટના ભાગે છરીના વધુ ઘા મારી દિધેલ જેના કારણે સદર અજાણ્યા વ્યકિતને લોહી નીકળવા લાગતા આજુબાજુનાં લોકોએ બુમાબુમ કરતા તેઓ પાંચેય જણા ત્યાંથી ભાગી ગયેલ હોવાની ત્રણેય વ્યકિતોએ કબુલાત કરેલ.જેથી આરોપીઓને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)બી-એ મુજબ આજરોજ તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ પકડી અટક કરી અમરાઇવાડી પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ખૂનના ગુન્હાનો ભેદ ઉકેલી આગળની વધુ તપાસ અર્થે અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com