ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરાઇવાડીમાં રસ્તા પરના દબાણ અને બિન-પરવાનગીના બાંધકામો દૂર કરાયા

Spread the love

૨૬ વ્હીકલ ને લોક મારી રૂ.૮.૬૦૦ વહીવટી ચાર્જ વસુલ કર્યો

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી(પૂર્વ ઝોન) ની રાહબરી/માર્ગદર્શન હેઠળ આજ રોજ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે જાહેર જનતાને રોડ ઉપર કચરો ન ફેંકવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરેલ છે. જે અંતર્ગત દરેક સબ-ઝોનલ કચેરીની હદમાં કામગીરી કરેલ છે.

ઓઢવ વોર્ડમાં ટી.પી.સ્કીમ નં.૪૩(ઓઢવ-૩) ના ફાપ્લોટ નં.૧૬+૧૭ માં આવેલ ગુજરાત વેપારી મહામંડળ ના શેડ નં.૧૬૫ માં કરેલ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન-પરવાનગીએ કરેલ ૧-યુનિટનું આશરે ૫૩૮૦ ચો.ફુટ બાંધકામ પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, ગેસ કટર, જે.સી.બી. મશીન દ્વારા અમલવારી કરી તોડી પાડેલ છે.

નિકોલ વોર્ડમાં ૦૧-નંગ કોમર્શિયલ શેડ દુર કરેલ છે તથા ૦૫-નંગ લારી, ૨૮-નંગ બોર્ડ/બેનર તથા ૪૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે અને ૧૦−નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૪,૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

ગોમતીપુર વોર્ડમાં ૧૦-નંગ કોમર્શિયલ શેડ દુર કરેલ છે તથા ૦૫-નંગ બેરેલ. ૧૦-નંગ બોર્ડ/બેનર તથા ૨૪– નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે તથા ૦૮ નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૨,૩૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

અમરાઇવાડી વોર્ડમાં ૦૮–નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૨,૩૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. – પૂર્વ ઝોનના જાહેર વિભાગ દ્રારા જુદા-જુદા વોર્ડમાંથી ૨૯-નંગ બોર્ડ/બેનર દુર કરેલ છે.

આમ પૂર્વ ઝોન કુલ ટી.પી.સ્કીમ નં.૪૩(ઓઢવ ૩) ના ફા.પ્લોટ નં.૧૬+૧૭ માં આવેલ ગુજરાત વેપારી મહામંડળ ના શેડ નં.૧૬૫ માં કરેલ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન-પરવાનગીએ કરેલ ૧-યુનિટનું આશરે ૫૩૮૦ ચો.ફુટ બાંધકામ અમલવારી કરી તોડી પાડેલ છે તથા ૧૧-નંગ કોમર્શિયલ શેડ દુર કરેલ છે અને ૦૫- નંગ લારી, ૦૫-નંગ બેરેલ, ૫૭–નંગ બોર્ડ/બેનર તથા ૬૫-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. તેમજ ૨૬-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૮.૬૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com