નેપાળમાં IT સેક્ટરમાં રોકાણ આકર્ષક વિકલ્પ તેમજ હાઈડ્રોપાવર, એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિંગમાં રોકાણની મોટી સંભાવનાઓ : નેપાળ નાણામંત્રી ડો. પ્રકાશ શરણ

Spread the love

સ્ટોરી : પ્રફુલ પરીખ

નેપાળના નાણામંત્રી ડો. પ્રકાશ શરણ મહતની GCCI સાથે આજે મીટીંગ યોજાઈ : ઇન્વેસ્ટરો માટે સિંગલ વિન્ડો કમિટી બનાવી છે તેની સલાહ લઇ રોકાણ કરવાથી ઘણા ફાયદા થશે : નેપાળમાં રો – મટીરીયલ પર નહીવત ડ્યુટી છે અને વધારાના ફાયદા પણ આપ્યા છે કેમ કે ભારતમાંથી અહીંયા રોકાણ થાય : GCCI સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જીનીયર

નેપાળમાં ટેક્સટાઇલ ક્ષેત્રમાં ડ્યુટી ઘણી ઊંચી જે એફોર્ડેબલ નથી : વેપારી

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ (GCCI) આજે નેપાળના નાણામંત્રી ડો. પ્રકાશ શરણ મહતના નેતૃત્વમાં તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે આવેલા નેપાળના પ્રતિનિધિમંડળ સાથે મીટીંગનું આયોજન કર્યું હતું, જેમાં મંત્રી( અર્થશાસ્ત્ર) શ્રીમતી નીતા પી. આર્યલ,શ્રી કૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવ, યોગીરાજ પાંડે, અન્ડર સેક્રેટરી અને રેવતી આર. પૌડેલ, મંત્રી કાઉન્સેલર-પોલિટિકલ હાજર રહ્યા હતા. આ મીટીંગનો મુખ્ય ઉદ્દેશ નેપાળ અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો અને સંભવિત રોકાણકારોને નેપાળમાં આમંત્રિત કરવાનો હતો.

નેપાળ નાણામંત્રી ડૉ. પ્રકાશ શરણ મહત

નેપાળના નાણામંત્રી ડૉ. પ્રકાશ શરણ મહતે નેપાળની વિકસતી અર્થવ્યવસ્થાના મહત્વના પાસાઓ અંગે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટે નેપાળની અપાર સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો. નેપાળમાં રોકાણ માટેના અનુકૂળ વાતાવરણ, આશાસ્પદ ક્ષેત્રો અને ઉભરતી તકો પર પ્રકાશ પાડયો હતો. નેપાળમાં IT સેક્ટરમાં રોકાણ એ ભારતીય રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ છે કારણ કે ત્યાં કોઈ ન્યૂનતમ રોકાણની આવશ્યકતા નથી. હાઈડ્રોપાવર, એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિંગમાં પણ રોકાણની મોટી સંભાવનાઓ રહેલ છે. કેમકે નેપાળમાં 100 જેટલી સાંસ્કૃતિક જગ્યાઓ તેમજ ઘણી બધી નદીઓ પણ ભારતને જોડતી છે.નાણામંત્રીએ ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન સહભાગીઓના પ્રશ્નોમાં નેપાળ માં ટેક્સટાઇલ ક્ષેત્રમાં ડ્યુટી ઘણી ઊંચી છે જેથી ધંધો કરવો એફોર્ડેબલ નથી . તેના જવાબમાં કહ્યું કે અમે આ અંગે વિચારીશું . ઇન્વેસ્ટમેન્ટ એપ્રુવલ એમાઉન્ટ 9.5 બિલિયન અમેરિકન ડોલર છે. નેપાળમાં હિલ સ્ટેશન જેવી જગ્યા ઉપર બોર્ડિંગ સ્કૂલો મેડિકલ કોલેજ હોસ્પિટલાઈઝેશન જેવા ઉદ્યોગો વિકસિત કરી શકાય છે. નેપાળમાં પાવર કોસ્ટ ભારત કરતાં ઓછી છે.

GCCI  સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જીનીયર

GCCI ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જીનીયરે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને GCCI સભ્યો માટે નેપાળમાં તેમના સ્થાનિક વ્યવસાયને વિસ્તારવા માટેની તકો શોધવામાં રસ દર્શાવ્યો હતો. નેપાળ સાથે ભારતના સંબંધ સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે જોડાયેલા છે. નેપાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવર પ્લાન્ટ અને આઇટી ક્ષેત્રે હાલમાં ભારતને ઉદ્યોગ માટે રોકાણ કરવા આમંત્રણ આપી રહ્યા છે . ભારત અને ગુજરાત માટે આજની મીટીંગ ઘણી ફાયદાકારક બની રહેશે. ગુજરાતમાં ટેક્સટાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને કેમિકલ્સ જેવા ઉદ્યોગો નેપાળમાં હવે એક્સપોર્ટ પણ કરી શકશે. નેપાળમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સ્ટેબિલિટી બેઝ ઇકોનોમિક ગ્રોથ થઈ રહ્યો છે તે જોતા ત્યાં રોકાણ કરવો ગુજરાતના ઉદ્યોગકારો માટે ફાયદા રૂપ બની રહેશે. અને સાથે સાથે નેપાળથી ભારતમાં એક્સપોર્ટ કરવાની તક પણ વધી રહી છે. ગુજરાતના ઉદ્યોગકારો જ્યારે અહીંયા રોકાણ કરી રહ્યા છે ત્યારે નજીકના પાડોશી દેશમાં પણ એટલે કે નેપાળમાં પણ પોતાનો ઉદ્યોગનો ફેલાવો કરી શકે છે. કેમકે નેપાળમાં ઉદ્યોગો ઘણા ઓછા છે. ભારતમાંથી જે ઇન્વેસ્ટરો આવે તેના માટે સિંગલ વિન્ડો કમિટી બનાવી છે તેવું નેપાળના ફાઇનાન્સ મિનિસ્ટર એ કહ્યું છે. આ કમિટીથી જમીન કેવી રીતે મેળવવી તેનાથી ફાયદાકાર શું થશે તેની ચોક્કસ માહિતી મળી રહેશે. નેપાળમાં રો મટીરીયલ પર નહીવત ડ્યુટી છે અને વધારાના ફાયદા પણ આપ્યા છે કેમ કે એ લોકોને પ્રોત્સાહન કરવું છે કે ભારતમાંથી ઉદ્યોગો અહીંયા રોકાણ કરે.

GCCI પરસ્પર લાભ માટે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.શ્રીકૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવએ નેપાળમાં રોકાણ અને વેપારની તકોની માહિતી આપતું પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે નેપાળમાં રોકાણના વિવિધ ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો જેમ કે રોકાણકારો માટે વિન્ડો સિસ્ટમ,વ્યવસાય કરવાની સરળતા, મોટા રોકાણ માટે સુસ્થાપિત રોકાણ બોર્ડ, યુવા અને કુશળ માનવબળની ઉપલબ્ધતા, નીચા સ્તરની સ્પર્ધા અને મુખ્ય અર્થતંત્રોમાં ડ્યુટી ફ્રી માર્કેટ એક્સેસ. નેપાળમાં રોકાણની મોટી સંભાવના ધરાવતા કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં ઊર્જા, પ્રવાસન, કૃષિ, ઉત્પાદન, આઈટી, આરોગ્ય, ખાણ – ખનીજ અને શિક્ષણનો સમાવેશ થાય છે.રેવતી આર. પૌડેલ, મંત્રી કાઉન્સેલર-પોલિટિકલ દ્વારા આભારવિધિ સાથે ઇન્ટરેક્ટિવ મટિંગનું સમાન ક૨વામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com