મેટ્રો ટ્રેનમાં વાંદરો ઘૂસ્યો,…જુઓ વિડીઓ

Spread the love

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો રોજ વાયરલ થતા હોય છે જે લોકોને ખુશ કરી દે છે. ત્યારે ઘણીવાર તો એવા વીડિયો વાયરલ થતા હોય છે જે લોકોમાં રોષ પેદા કરે છે. ખાસ કરીને ટ્રેનોના ઘણા વીડિયો હોય છે વાયરલ થતા જોવા મળે છે. તેમા પણ દિલ્હી મેટ્રો પહેલાથી જ બદનામ છે કારણ કે આડે દિવસે ટ્રેનમાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. કોઈ કપલ ટ્રેનમાં કિસ કરતુ જોવા મળે છે તો કોઈ બોલ્ડ ડાન્સ કરતું પણ આજે દિલ્લી મેટ્રોને એવો વીડિયો વાયરલ થયો છે જે જોઈને તમે પણ વીચારતા થઈ જશો.

દિલ્હી મેટ્રોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. પરંતુ મેટ્રોમાં લોકોની સાથે વાંદરાની મુસાફરી કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાંદરો માત્ર પ્રવાસનો આનંદ માણી રહ્યો નથી પરંતુ તે કોચની અંદર ખૂબ જ આરામથી ફરતો પણ છે. મેટ્રોમાં વાંદરાને જોઈને લોકો ડરી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો પહેલા સીટ પર ચઢે છે અને પછી તે એક માણસના માથા પર ચઢી જાય છે. જે બાદ લોકો ડરીને પોતાની સીટ પરથી અહીં-ત્યાં ભાગવા લાગે છે. જો કે આ વાંદરો મેટ્રોમાં કેવી રીતે ઘૂસ્યો તે લોકો વિચારી રહ્યા છે.
જો કે મેટ્રોમાં તોફાન મચાવ્યા બાદ વાંદરો મેટ્રોની અંદર આરામથી ફરવા લાગે છે. ક્યારેક વાંદરો મેટ્રોમાં બેસીને લોકોને જોતો તો ક્યારેક કોચમાં કૂદી પડતો. જોકે આ સમયગાળા દરમિયાન વાંદરાએ કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. તે જ સમયે, એક CISF જવાન વાંદરાને પકડવા તેની પાછળ ફરતો જોવા મળે છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @hasleyoriginals નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com