હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુ સમૃદ્ધિ અને વૈભવના પ્રતીક છે. શંકર, બ્રહ્માની ત્રયીમાં ભગવાન વિષ્ણુને ધરતીના પાલનહાર માનવામાં આવે છે. પૂરા દેશમાં કદાચ જ કોઈ એવો ખૂણો હોય જ્યાં ભગવાન વિષ્ણુની જુદા જુદા નામોથી પૂજા ન થતી હોય. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં ભગવાન વિષ્ણુની સૌથી ઊંચી મૂર્તિ ભારતમાં નથી. તે એક એવા દેશમાં છે જે મુસ્લિમોની વસતીના મામલે દુનિયામાં નંબર એક પર છે. જ્યાં વિષ્ણુની લગભગ 122 ફૂટ ઊંચી અને 64 ફૂટ પહોળી મૂર્તિ છે. આ મૂર્તિનું નિર્માણ તાંબા અને પીતળથી કરવામાં આવ્યું છે. જેને બનાવવામાં લગભગ 28 વર્ષનો સમય લાગ્યો છે. આ મૂર્તિ 2018માં બનીને પૂરી થઈ હતી અને પૂરી દુનિયાથી લોકોને તેના દર્શન કરવા અને જોવા માટે આવે છે. 1979માં ઈન્ડોનેશિયામાં રહેનારા મૂર્તિકાર બપ્પા ન્યૂમન નુઆર્તાએ હિંદુ પ્રતીકની વિશાળકાય મૂર્તિ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. જેને જોવું તો સરળ હતું પણ એક એવી મૂર્તિ બનાવવી જે વિશ્વવિખ્યાત હોય તેને અઘરું કામ હતું. કહેવામાં આવે છે કે, આ મૂર્તિની શરૂઆત કરવા માટે 1980ના દશકામાં બાલીમાં એક કંપની બનાવવામાં આવી હતી. નક્કી કરવામાં આવ્યું કે તેની દેખરેખમાં જ કામ થશે. મૂર્તિની સંરચનામાં ઘણો પરિશ્રમ કરવામાં આવ્યો છે. ન્યૂમન નુઆર્તાએ એવી કૃતિ બનાવવી હતી, જે અત્યાર સુધી દુનિયામાં બનાવવામાં આવી ન હોય. જેને જોનારો બસ જોતો જ રહી જાય. એજ કારણ છે કે લાંબી યોજના અને પૈસાની વ્યવસ્થા પછી આ મૂર્તિ બનાવવાની શરૂઆત 15 વર્ષ પછી લગભગ 1994માં થઈ. આ મૂર્તિના નિર્માણમાં ઈન્ડોનેશિયાની ઘણી સરકારોએ મદદ કરી. ઘણીવાર તેના મોટા બજેટને કારણે કામ પણ રોકાયું હતું. વર્ષ 2007થી 2013 સુધી લગભગ 6 વર્ષો સુધી તેનું નિર્માણ કાર્ય રોકાયું હતું. પણ પછી તેને ફરી શરૂ કરી દેવામાં આવ્યું અને વધુ 5 વર્ષ લાગી ગયા. વચ્ચે મૂર્તિની પાસે રહેનારા સ્થાનીક લોકોએ પણ વિરોધ કર્યો હતો. પણ તેમને સમજાવવામાં આવ્યા કે આ મૂર્તિ ઈન્ડોનેશિયાનું સૌથી મોટું ટૂરિસ્ટ ડેસ્ટિટેશન હોઈ શકે છે. જેથી લોકો માની ગયા હતા. ગરુડ પર સવાર ભગવાન વિષ્ણુની આ મૂર્તિ દુનિયાભરમાં મોજૂદ હિંદુ ભગવાનોની મૂર્તિઓ કરતા સૌથી ઊંચી ગણવામાં આવી છે. ત્યાર પછી મલેશિયામાં બનેલી ભગવાન મુરુગનની મૂર્તિને માનવામાં આવે છે. મુરુગન પણ ભગવાન વિષ્ણુના જ સ્વરૂપ છે. દક્ષિણ ભારતમાં વિશેષ કરીને તમિલનાડુમાં ભગવાન વિષ્ણુની પૂજા મુરુગનના નામે થાય છે. ઈન્ડોનેશિયામાં આ વિશાળ મૂર્તિનું નિર્માણ કરનારા મૂર્તિકાર બપ્પા ન્યૂમન નુઆર્તાને ભારતમાં સન્માનિત કરવામાં આવ્યા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.