GJ-18 મહાનગરપાલિકાની બીજા ચોથા શનિવાર તથા રવિવારે રજા હોય, ત્યારે પ્રજાના પ્રશ્નો ને વાંચા આપવા સવારથી ભાથી એવા ડે.મેયર પ્રેમલસિંહ ગોલ બેટિંગ કરવા નીકળી જાય, અને જ્યાં પ્રજાના પ્રશ્નો હોય તેને વાંચા આપવા તંત્રને પણ ફિલ્ડિંગ ભરતા કરી દે ,ત્યારે શહેરમાં વરસાદ પડતા રોડ ,રસ્તા પર ગાબડા અને ખાડા પડતા તુરંત જ ગાબડા પુરવા તંત્રને રજા ના દિવસે પણ કામે લગાડ્યું હતું.ગ્રામ્ય વિસ્તારો તથા અમુક રોડ, રસ્તાની હાલત બદતર છે, ત્યારે વાવોલ ,કોલવડા થી લઈને ગ્રામ્ય વિસ્તારો ડેપ્યુટી મેયર ખૂંદી વળ્યા હતા. ત્યારે તંત્રને પણ રજા ના દિવસે ધંધે લગાડ્યું હતું.
બોક્સ :-
રજાના દિવસોમાં પણ પ્રજાના પ્રશ્ને ડે.મેયરે હોહા મચાવી હતી, બાકી તંત્ર કોઈને ગાંઠે તેમ નથી, અનેકના પાવર ડીમ થયા છે, ત્યારે અહીંયા 440 વોલ્ટ ના ઝટકા સાથેનો પાવર છે, એટલે કામો થાય છે,