શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલને આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓના અંધાપાની ઘટના : મેડીકલ કોલેજના સંચાલકો સામે કેમ ત્વરીત પગલા ન ભર્યા ? આઠ-આઠ મહિના સુધી કેમ અહેવાલ દબાવી દીધો ? : કોંગ્રેસ કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છતાં, રાજ્ય સરકાર માત્ર અહેવાલથી નાણાંકીય દંડ સહિત નાના-નાના પગલા ભરીને સંતોષ માની રહી છે

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની ગંભીર બેદરકારીને લીધે મેડીકલ કોલેજ-હોસ્પીટલનું સંચાલન તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર હસ્તગત કરે તેવી કોંગ્રેસની માંગ

અમદાવાદ

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલીને આંખના ઓપરેશન બાદ ૧૨-૧૨ દર્દીઓના અંધાપાની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે આક્રોશને પગલે રાજ્ય સરકારને ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવવાની ફરજ પડી. જેનો અહેવાલ આઠ મહિના પછી જાહેર કરવામાં આવ્યો જે પ્રકારની માનવજીંદગી સાથે રમાયેલ રમત પછી પણ, ભાજપ સરકાર વગ ધરાવતા લાભાર્થી કોલેજના સંચાલકને બચાવી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે અહેવાલ જાહેર થયો છે તેમાં માળખાકીય સુવિધાઓની ખામી, સાધન સામગ્રીની ખામી, સર્જન અને સ્ટાફની ખામી સહીતની તમામ બેદરકારી સ્પષ્ટ જોવા મળી છે. જેના પરિણામે ૧૨ જેટલા માનવ જીંદગીને આંખ ગુમાવવી પડી છે અને અંધાપાનો ભોગ બન્યા છે. શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છતાં, રાજ્ય સરકારના માત્ર અહેવાલથી નાણાંકીય દંડ સહિત નાના-નાના પગલા ભરીને સંતોષ માની રહી છે.

ભાજપ સરકાર આવી ગંભીર બેદરકારી દાખવ્યા બાદ મેડીકલ કોલેજના સંચાલકો સામે કેમ ત્વરીત પગલા ન ભર્યા ? આઠ-આઠ મહિના સુધી કેમ અહેવાલ દબાવી દીધો ? સરકારી નાણાંથી ઉભી થયેલ સીવીલ હોસ્પીટલ વગ ધરાવતા માલેતુજારને સોંપીને શું આવી ગંભીર બેદરકારી દાખવાના લાયસન્સ અપાઈ રહ્યા છે ? વગ ધરાવતા સામે શું માનવ જીંદગીની કોઈ કિંમત જ નહીં ?

બનાવની ગંભીરતા અંગે સંસ્થાની બેદરકારી અને દૃષ્ટી ગુમાવેલ દર્દીઓ પ્રત્યેની ઉદાસીનતાને ધ્યાને રાખીને ભવિષ્યમાં આવી ગંભીર ઘટના બીજી કોઈ મેડીકલ કોલેજ – હોસ્પીટલમાં ન બને તે માટે શિક્ષાત્મક કાર્યવાહીની સાથે મેડીકલ કોલેજ-હોસ્પીટલનું સંચાલન તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર હસ્તગત કરે તેવી કોંગ્રેસ માંગ કરે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com