નિયમો કી ઐસી કી તૈસી કરવાવાળાઓને પડશે ભારી, ટ્રાફિક ના નિયમોનું કરવું પડશે પાલન,
વાઈટ નંબર પ્લેટ વાળી ગાડીઓમાં માલ-સામાન હેર-ફેર કરવામાં આવે છે,
GJ-18 ખાતે ઘણા બધા લોકો વાહનો પ્રાઇવેટ નંબર પ્લેટ વાળી ગાડી ઓ લઈને સ્કૂલોમાં અને પ્રાઇવેટ વર્દીઓમાં ફેરવવામાં આવે છે અને ઠુંશી- ઠુંશીને લઈ જવામાં આવે છે, તો કોઈ અકસ્માત કે ઘટના બને તો જવાબદાર કોણ? શું પ્રાઇવેટ ગાડીઓમાં ટેક્સી નો ધંધો કરી શકાય ? અને પ્રાઇવેટ નંબર પ્લેટ વાળી ગાડીઓમાં ધુમ્રપાન મસાલા અને કરિયાણાની વસ્તુઓ લઈને દુકાને દુકાને જઈને સામાન વેચવા જાય છે તો પ્રાઇવેટ વાહનોમાં આ ધંધો કરી શકાય છે? અને પ્રાઇવેટ વાહનોમાં જગ્યા જગ્યા ઉપર નાસ્તા નું ખાણી-પીણી વગેરેના ધંધા કરવામાં આવે છે અને ગેરકાયદેસર દબાણમાં ઊભા હોય છે જ્યારે દબાણ આવે ત્યારે ગાડીને સેલ મારીને હટાવી દેવાનું પછી પાછું એ જગ્યા ઉપર આવીને ઊભું રહી જવાનું દબાણ ગયા પછી , તો લોકો લાખો રૂપિયાના ભાડાઓ ભરીને કેમ દુકાન કરીને બેઠા છે, બધા એવી રીતે કરતા હોય તો શું થાય ? અને પ્રાઇવેટ ઇકો ગાડી અને વાન ગાડીમાં માલ સામાન વેચવા દુકાને દુકાને ફરે છે અને ડેલીના રૂટ હોવા છતાં પોલીસને હાથમાં નથી આવતા, એવું કેમ ? અમે તો ધંધો કરીશું પ્રાઇવેટ વાહનોમાં જ જેને જે કરવું હોય એ કરી લો , એવું કહેવા વાળા લોકોને નિયમનું પાલન કરાવવું જરૂરી છે,તેમને પણ નિયમોનું ભાન આવવું જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
પ્રાઇવેટ નંબર પ્લેટ વાળી વાહનોમાં (ઇકો ,વાહન) વગેરેના વાહનોમાં માલ -સામાન વેચવા માટે ઉપયોગ કરતા હોય છે, અને નાસ્તાની દુકાનો ખોલવા માટે ઉપયોગ કરતા હોય છે, અને સ્કૂલોના બાળકોને મુકવા લેવા જવા માટે ઉપયોગ કરતા હોય છે અને વર્દીઓ મારવા માટે પણ યુઝ કરતા હોય છે તેમનો ડેલીનો રૂટ હોવા છતાં પોલીસ તેમને નિયમોનું પાલન કેમ કરાવતી નથી ?
પ્રાઇવેટ વાહનોમાં નાસ્તાનું ધંધો કરીને દબાણ ઉભુ કરતા હોય છે જ્યારે દબાણ આવે એટલે હટાવી દેવાનું પછી પાછું આવી જવાનું, વાઈટ નંબર પ્લેટ માં માલસામાન ફરીને ગલ્લે,ગલ્લે વેચવા જવું તે તે કાયદેસર છે કે શું ? પોલીસ તેમની સામે કશું જ કાર્યવાહી નથી કરતી પ્રાઇવેટ વાહનોમાં આવી રીતે ધંધો કરે છે છતાં પણ પોલીસ તેમને રોકાવતી નથી પોલીસ અને આ લોકો વચ્ચે સેટીંગ ડોટ કોમ તો નથી ને ? તેમને નિયમનું પાલન કરાવવું જરૂરી છે.