IPS, IAS, GS કેડરનાં અધિકારીની બદલીનો દોર ટૂંકાજ દિવસોમાં

Spread the love

ગુજરાત વિધાનસભા પૂર્ણ થયા બાદ આઈએએસ, આઈપીએસ, જીએસ કેડરના ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોરની તડામાર તૈયારી થઈ ગઇ હતી પણ કોરોના વાયરસને પગલે લોકડાઉનના કારણે બદલીનો દોર પણ લોક થઈ ગયો હતો ત્યારે હવે ધરખમ ફેરફારો સાથે ટુંકા જ દિવસોમાં બદલીનો દોર શરૂ થાય તેવા સૂત્રો પાસેથી એંધાણ સાંપડી, રહ્યાં છે ત્યારે જોવા જઈએ તો રથયાત્રા પહેલા આનું આયોજન કરવામાં આવ્યું હતું પણ રથયાત્રા પછી આ બદલીના દોરને હાથ પર લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આઈએએસ, આઈપીએસ, જીએસ કેડરના અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. બદલીના દોર વચ્ચે ૨ મુખ્ય જગ્યાઓ છે તે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વય નિવૃત્તિ બાદ ૩ મહિનાનું એક્ષટેન્શન અપાયું હતું તે પૂર્ણ જુલાઈમાં થઈ રહ્યું છે ત્યારે શિવાનંદ ઝા ઉચ્ચ નેતાઓ જે દિલ્હીમાં બેઠા છે તેમની ગુડ બુકમાં છે અને હા કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ને લોકડાઉન તથા કોરોના વાયરસના પગલે જે ઉદ્દભવેલી સ્થિતિમાં ગુડબુકમાં હોવાથી જો એક્ષટેન્શન ન લંબાય તો પણ તેમને સારી જગ્યાએ મૂકવામાં આવે તો નવાઈ નહીં ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયા પણ ડીજીપી બનવાની હરોળમાં છે અને તે પણ ગુડ બુક તથા અમદાવાદ શહેરમાં ઉદભવેલી કોરોનાની સ્થિતિમાં ગુડ વર્ક હોવાથી ડીજીપી બનાવે તો નવાઈ નહીં હવે શિવાનંદ ઝા ફરી એક્સટેન્શન લંબાલાય છે કે પછી બીજી જગ્યાએ મૂકવામાં આવે છે તે હવે શિવાનંદ ઝા આશિષ ભાટીયાના કિસ્મત પર જોર કરે છે તે નક્કી થશે.

રાજ્યના મુખ્ય સચિવલ એવા અનિલ મુકિમ પણ ઓગષ્ટ માસમાં નિવૃત્ત થતા હોઈ ત્યારે દિલ્હીના ગોડફાધર એવા ભાજપના સર્વેસર્વાના લાડકા છે તે હાલ ચર્ચા ચાલી રહી છે ત્યારે સીએસની હરિફાઈમાં મહેસૂલ અગ્રસચિવ પંકજકુમાર વનપર્યાવરણના રાજીવકુમાર ગુપ્તા અને દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા ગુરુપ્રસાદ મહાપાત્રાના નામ ચર્ચામાં છે જેમાં મહેસુલ અગ્રસચિવ પંકજકુમારની કન્યા રાશિનો એક્કો હાલ વિનમાં દોડી રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓમાં પ્રભાવ તથા રાજકીય નેતાઓમાં પણ ગુડ વર્ક અને દિલ્હીના નેતાઓની ગુડ બુકમાં ટોપ પેજ ઉપર છે. જેથી કામગીરી પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય અને કોરોના વાયરસને પગલે કામગીરીની નોંધ પણ લેવામાં આવે તેવી વકી છે. ગુજરાતના મોટાભાગના આઈપીએસ અને સનદી અધિકારીઓની બદલીનો દોર પણે આની સાથે આવી જાય તો નવાઈ નહીં. પાલિકા, જિલ્લા પંચાયતો, મહાનગર પાલિકાઓ, બોર્ડ નિગમોમાં જે અધિકારીઓ ફરજ બજાવે છે તેમાં મોટાભાગના અધિકારીઓની બદલીઓ સંભવ હોવાનું પણ સૂત્રો જણાવે છે.

રાજ્ય સરકારને ફરિયાદો, કામમાં ઢિલાશ અને ઘણાં અધિકારીઓ સામે મળેલી ભ્રષ્ટાચારની ફરિયાદોને પગલે બદલી ઝડપભેર કરવા સૂચના આપીને લિસ્ટ બનાવાઈ રહ્યું છે ત્યારે મહાનગર પાલિકામાં કમિશનરથી લઈને ડેપ્યુટી કમિશનરની બદલી થયા બાદ અનેક જિલ્લાઓમાંથી અધિકારીઓના કામ સંદર્ભે તથા ચુંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદોને પગલે રાજય સરકાર ઝડપભેર રથયાત્રા પછી હાથ પર લેવાશે.

અને અત્યારે કોને ક્યાં મૂકવા તેનું મોનિટરીંગથી લઈને લિસ્ટ બનાવવા સૂચના આપી હોવાનું પણ આધારભૂત સૂત્રો માહિતી પ્રાપ્ત થયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com