દેશમાં આપણે ત્યાં ૫૮ વર્ષની વયે નિવૃત્તિને રિટાયર્ડ કરી દેવામાં આવે છે. આ રિટાયર્ડના કારણે આવનારી પેઢીને પણ નોકરી અને રોજગારી મળે તે પણ દ્રઢ આશય હોય છે ત્યારે હાલ કેન્દ્ર સરકાર કરતાં રાજ્ય સરકારમાં સનદી અધિકારીઓ, આઈપીએસ, આઈએએસથી લઈને અનેક કર્મચારીઓનું ધરડાધર હાલ સચિવાલય બની ગયું હોય તેવું લાગે છે ત્યારે રિટાયર્ડ બાદ પણ મેં ભી જવાન હું અને જે ઑફિસમાં મારેલો સાહેબનો રોફ હજુ જતો નથી ત્યારે કહેવત છે કે ઉતરેલા અમલદારે કોડીનો પણ ઉત્તરે શું કામ? જેથી રિટાયર્ડ બાદ સરકાર દ્વારા એક્સટેનસનથી લઈને મોટા ભાગના રિટાયર્ડ થયેલા કર્મચારીઓને તેમના મુડ પગારથી અમુક ટકા પ્રમાણેના પગારે રાખવામાં આવેલ છે. ત્યારે આના કારણે બેરોજગારી પણ વધી છે અને આજના નવ યુવાનોને નોકરી પણ મળતી નથી ત્યારે હંમેશા સરકારી તંત્ર ઉપર કબ્જો જમાવેલા રહે છે,
રિટાયર્ડ થયા બાદ અનેક ઉરચ નેતાઓ તથા અધિકારીઓને સેવા અને ચાપલુસી કરેલી હોય એટલે મોટાભાગના ગોઠવાઈ જાય છે. ત્યારે હાલ એવા રિટાયર્ડ થઈ ગયેલા પીએ, પીએસનો રાફડો ફાટયો છે. ૫ થી ૧0 વર્ષ સુધી ગમે તે બોર્ડ નિગમો અથવા નગરપાલિકા, જિલ્લા પંચાયત, કોર્પોરેશનમાં અડિંગો જમાવી દીધો છે ઘણીવાર ચર્ચા થાય એટલે જણાવે છે, કે ૩૫ વર્ષ સરકારમાં સેવા કરી અને રિટાયર્ડ બાદ પણ હજુ ૮ વર્ષથી સરકારની સેવા કરી રહ્યો છું. ત્યારે ભાઈ આ સેવાની વાત ક્યાંથી આવી. તગડો પગાર, તગડું ભથ્થું અને પેઢીઓ ચાલે તેટલું ભેગું કરવા છતાં સેવા? વાહ રે ભાઈ વાહ, ત્યારે સચિવાલય હાલ આઈપીએસ, આઈએએસથી લઈને ડીજીપી સુધીના ઉચ્ચ હોદા પર બિરાજમાન અધિકારીઓ રિટાયર્ડ થયા બાદ પણ એ ક્સટેશન ઉપર ચાલી રહ્યાં છે. આના કારણે ભણેલા ગણેલા નવયુવાનો તમામ ડિગ્રીઓ, કાબેલિયતો હોવા છતાં સરકારી નોકરી એ સપનું રહી જાય છે ત્યારે જે અધિકારીઓ, કર્મચારીઓ રિટાયર્ડ બાદ લેવામાં આવે છે તેના કારણે નવયુવાનોને નોકરી મળતી નથી. ત્યારે રાજ્ય સરકારે સેક્શન અધિકારી, ડીવાયએસઓમાં પણ ફિક્સ પગારે રિટાયર્ડ બાદ જમાવડો કરતાં નવયુવાનોની નોકરી ઉપર મોટો ખતરો પડયો છે. ત્યારે આજના યુગમાં ફાસ્ટ બોલર અને કમ્યુટર જેવા યુવાનો સારું પર્ફોમંશ આપી શકે તેવા હોવા છતાં લાગવગના જોરે રિટાયર્ડ બાદ પણ ચિપ કી રહ્યાં છે.
રિટાયર્ડ બાદ તગડું પેન્શન, પુત્રોની કમાણી, કોઈ જવાબદારી ન હોય તો પણ આજ ” ના યુવાનોની રોજગારી છિનવાય રહી છે. તેમાં બેમત નથી, ત્યારે રાજ્ય સરકારે રિટાયર્ડ બાદ જે જમેલો સીનીયર સિટીજનનો કરીને સચિવાલયને ઘરડાધર બનાવી દીધું છે તે આજના યુવાનો માટે કાંઈક કરો, વડાપ્રધાન પણે સ્કિલ પર ભાર મૂકી રહ્યાં છે ત્યારે આજની પેઢી ભણેલા ગણેલા યુવાનોના માઈન્ડ પણ કોમ્પ્યુટર જેવા છે, જેથી સ્કિલનો ચાન્સ આ યુવાનોને આપો તેવી પણ માંગણી ઉઠવા પામી છે બાકી સચિવાલય ધરડાઘર સીનિયરોનું બન્યું છે તે યુવાનોનું સ્કિલ બને તેવી પણ ચર્ચા ચાલી છે. ત્યારે આજનું યુવાધન 21 મી સદીમાં 10 વર્ષ ગુજરાતને વર્કમાં આગળ લાવી દેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.