Gj 18 મનપા ખાતે હમણાં 18 જેટલી ગાયોના મૃત્યુ આંક થી ખળભળાટ મચી ગયો હતો, ત્યારે Gj 18 મનપાના બે વેટેનરી ડોક્ટર સામે ભારે ઓહાપોહથી લઈને સસ્પેન્ડ સુધીની પ્રક્રિયા કરવા ચેરમેન નગરસેવકોએ પત્ર પાઠવ્યો હતો, ત્યારબાદ આ પ્રશ્ને મેયર પોતે મુલાકાત લઈને રંગા, બિલ્લાને જાટક્યા હતા, ત્યારે સેક્ટર 30 ખાતે આવેલ પાંજરાપોળમાં ગાયો મરવાના વાગે જીવતી હોય તેવી હાલત થઈ ગઈ હતી, ગાયોને ચારો પણ આપવામાં આવતો નહીં . અબોલ જીવમાં શ્નેવાનોને પેટ પૂરતું ભોજન મળતું ન હતું, આ બધી સમસ્યાઓ ફરિયાદો બાદ બહુ ભક્તોની મુલાકાત પછી આ કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યારે ભારે ઓહાપોહ પછી Gj 18 મનપાના કમિશનર દ્વારા આખરે રંગા ને બાગાયત ખાતું લઈને જયદીપસિંહ રાજપૂત ને સોંપવામાં આવ્યું છે.
વધુમાં હવે રંગા વહીવટી અધિકારી એવા અમિત સિંઘવના હાથ નીચે કામ કરવાનું રહેશે, રંગાની પાંખો કપાઈ, જે સીએનસીડી ની તમામ કામગીરી અમિતસિંહ ગાયની નિગરાનીમાં હવે ચાલશે , ત્યારે રંગા સામેની કાર્યવાહીમાં માલધારીઓએ ફટાકડા ફોડ્યા હતા,