અમદાવાદ શહેરમાં અનેક વાહનચાલકોને જોતા હોઇએ છીએ કે જેઓ ગમે ત્યારે રોંગ સાઇડમાં ધસી આવે છે. કોઇની પણ પરવાહ કર્યા વગર છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનારા આવા લોકોને કારણે અનેક જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે. પરંતુ જો હવે અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી. અમદાવાદ મનપાએ રોડ પર લગાવ્યા છે ‘ટાયર કિલર બમ્પ’ જે રોંગ સાઈડમાં આવતા લોકોના વાહનોના ટાયરમાં પંક્ચર પાડશે મતલબ કે જો રોંગ સાઇડમાં ગયા તો વાહનનું ટાયર ફાટવું નક્કી છે.
મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તે પાથરવામાં આવશે.