કોરોના વાયરસના પગલે સર્વ પ્રથમ નગરપાલિકાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોરોનાની કપટી સ્થિતિમાં સરકાર પણ હવે નાંણાનો વ્યય ન થાય અને કોરોનાના કારણે ભીડભાડ પ્રજા સંક્રમિત ન થાય તે માટે આવનારી જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ પાછી ઠેલીને લંબાવવા માંગે છે, ત્યાં સુધી જિલ્લા પંચાયતોમાં સરકારી વહીવટદારોની નિમણૂંક કરી દેવાય અથવા DDO ને વહીવટદાર નો હવાલો સોંપવામાં આવશે.
રાજયમાં છેલ્લાં 3 મહિનાથી કોરોનાનો કહેર વધવા પામ્યો છે. કોરોનાની મહામારી અને ત્રણ ચાર તબક્કાના સતત લોકડાઉનને કારણે માત્ર શહેરો જ નહીં જિલ્લાના ગામડાંઓમાં પણ સ્થિતિ ગંભીર બનેલી છે અને એ સાથે રાજ્ય સરકાર તથા રાજ્ય ચૂંટણી પંચની કામગીરી પણ ઠપ થઈ ગઈ છે. પરિણામે જિલ્લા પંચાયતોના વિસ્તારોમાં નવી મતદાર યાદીમાં સુધારણાનું કોઈ કામ શરૂ કરી શકાયું નથી.
સામાન્ય રીતે ગુજરાતમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજવાની હોય તો ૬થી ૭ મહિના પહેલા મતદાર યાદી જાહેર કરવી પડે, જિલ્લા પંચાયતોમાં પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે જેમાં દલિત, બક્ષીપંચ અને આદિવાસી મહિલાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સમગ્ર કાર્યવાહી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૬થી ૭ મહિના પહેલાં કરવી જોઈએ તે શક્ય નથી. એટલું જ હવે બાકીના આજે જૂન માસથી નવેમ્બર માસ પહેલાંના એક માસ એટલે કે, ઓક્ટોબર માસ સુધીમાં પુરી શકાય તેમ ન હોવાથી નવેમ્બરની ૨૬મી તારીખ પહેલાં જિલ્લા પંચાયતોની ચૂંટણી શક્ય બની શકશે નહીં એટલે કે, ચૂંટણી થશે જ નહીં અને રાજ્ય સરકારને વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી પડશે.ગુજરાતની ૩૩ જિલ્લા પંચાયતો પૈકી ૧૮ જિલ્લા પંચાયત પર કોંગ્રેસનું શાસન છે જ્યારે ૧૫ જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયેલો છે.