ગોતાના પ્રતિષ્ઠિત બિલ્ડર સામે પત્નીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધંધાકીય દસ્તાવેજોનું કહી છૂટાછેડાના કાગળો પર સહી કરાવ્યાનો આક્ષેપ પણ પત્નીએ પોતાની ફરિયાદમાં કર્યો છે. જેમાં પત્ની અને સંતાનોની હત્યા કરી દેવાની ધમકી પણ બિલ્ડર આપતો હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, બિલ્ડર રોજ પત્ની સાથે ઝઘડો કરીને ગુપ્ત ભાગે મારઝૂડ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. જેથી કંટાળીને પત્નીએ પોલીસનું શરણું લીધું હતું. આ ઘટનામાં પત્નીએ સાસુ સસરાને વાત કરતા તેઓએ પણ દિકરાનું ઉપરાણુ લઇને ત્રાસ આપતા હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતી એક મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ ગોતામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન મહિલાએ એક દિકરી અને એક દિકરાને જન્મ થયો હતો. પરંતુ બિલ્ડર પતિને તેની જ ઓફિસમાં કામ કરતી એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો. બિલ્ડર તે યુવતી સાથે અવારનવાર ફરવા માટે વસ્ત્રાપુર લઇ જતો હતો. આ સમયગાળા દરમિયાન બિલ્ડરને એક વખત તેની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતની જાણ પત્નીને થતાં તેણે બિલ્ડર પતિને પુછ્યું હતું. તે વખતે પતિ ગુસ્સે થઈ ગયો હતો, અને પત્નીને ગૃપ્ત ભાગે માર મારીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતુ. ગત 25 ઓક્ટોબર 2021ના રોડ બિલ્ડરે ફરવા જવાનું કહીને પત્નીને કારમાં બેસાડીને જગતપુર લઈ ગયો હતો. જ્યાં ધંધાકીય પેપર્સ હોવાનું કહીને છૂટાછેડાના કાગળો પર પત્નીની સહીઓ કરાવી દીધી હતી. બાદમાં પતિએ પત્નીના ગળા પર થરી મૂકીને સહી કરેલા કાઘલો વાંચ તેમ કહીને રેકોર્ડિંગ કર્યું હતું અને ધમકી આપી હતી કે, જો તું કઈ બોલી તો તારૂ અને તારા બાળકોનું મર્ડર કરી દઈશ. સાથે જ પિયરમાંથી બે કરોડ રૂપિયા લાવવા માટે પણ પત્ની પર દબાણ કર્યું હતું. બાદમાં પત્નીને છાતીમાં દુખાવો ઉપડતા પતિ દવાખાને લઇ જવાને બદલે ઉંઘની દવાઓ આપતો હતો. બીજી તરફ, દિકરી મારી નથી બીજા કોઇને છે તેમ કહીને બિલ્ડર પતિએ ડીએનએ રીપોર્ટ કરાવ્યો હતો. જેમાં દિકરી તેની હોવાનો સામે આવતા બીજા લગ્ન કરવા છે તેમ કહીને બિલ્ડર પતિએ પત્ની સાથે મારઝૂડ કરી હતી. આ અંગે પત્નીએ સાસરિયાઓને જાણ કરતા તેઓ પણ તેનો સાથ આપવાની જગ્યાએ દીકરાનું ઉપરાણું લઈને મહિલાને ત્રાસ આપવા લાગ્યા. આ બધાની કંટાળીને આખરે મહિલાએ હવે પોલીસની મદદ માંગી છે. સમગ્ર મામલે સોલા પોલીસે બિલ્ડર સામે ગુનો દાખલ કર્યો છે અને મહિલાનું મેડિકલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.