ભાવનગરથી બાંદ્રા સુધી 10 ઓગસ્ટના રોજ  “સ્પેશિયલ ટ્રેન” દોડશે

Spread the love

અમદાવાદ

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન”ની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો ટ્રેન નંબર 09208/09207 ભાવનગર – બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ,

ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 10 ઓગસ્ટ, 2023 (ગુરુવારે) ના રોજ ભાવનગર ટર્મિનસ થી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 11 ઓગસ્ટ, 2023 (શુક્રવારે) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 09.08.2023 (બુધવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિયો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com