ઈન્ડીયન પીનલ કોડના સ્થાને નવા આવી રહેલા કાનૂનમાં ‘ન્યાય’ને સૌથી મહત્વ આપવામાં આવ્યું છે તથા તેમાં પીડિતને ‘ન્યાય’ અપાવવા માટે દોષીત જાહેર થાય તેની સંપતિ જપ્ત કરીને તેમાંથી વેચાણથી મળતી રકમમાં પિડીતને નાણાકીય વળતરને પ્રાધાન્ય અપાયુ છે.
આ કાનૂન હેઠળ 200થી વધુ કલમોમાં ‘ન્યાય’ના પાયાના સિદ્ધાંતને અમલી કરાશે. કેન્દ્રીય મંત્રી શ્રી અમીત શાહે આ અંગે જણાવ્યું કે, ભારતમાં ન્યાયનો જે ખ્યાલ છે તે પશ્ચિમી ખ્યાલથી તદન વિરુદ્ધ છે. ભારતની વ્યવસ્થામાં પિડિતને ન્યાયને કેન્દ્રમાં રખાયો છે. વાસ્તવમાં આઈપીસી સહિતની કલમોમાં જે જટીલ પ્રક્રિયા છે તેમાં ‘ન્યાય’માં મોટો વિરોધ થાય છે અને ગરીબો-સામાનના પછાત વર્ગના લોકો તો ન્યાયની સંપૂર્ણ વંચિત થઈ જાય છે.
જયારે ઓછી સજા પણ અપરાધી વધતા જેલમાં કાચા-પાકા કામના કેદીઓની સંખ્યા સતત વધતી જાય છે. નવા કાનૂનમાંથી સમરી ટ્રાયલને મહત્વ અપાયું છે. ચોરી કે સંપતિના મામલા જે રૂા.20000 સુધીના છે તે અદાલત સુધી જશે નહી પણ મેજીસ્ટ્રેટ કે પોલીસ અધિકારી જ નિપટાવશે. અપરાધ સ્વીકાર કરનારને દંડ અને મામલો પુરો નાની ચોરી, ઘરમાં ગેરકાનુની પ્રવેશ, શાંતિ ભંગ આ તમામ માળખામાં તુર્તજ દંડ, પીડિતને વળતર અથવા ચોરાયેલી ચીજ પરત અને અપરાધી મુક્ત થશે.
ત્રણ વર્ષ સુધીની જેલ સજા તે જોગવાઈવાળા અપરાધમાં અદાલતમાં આ પ્રકારે સંક્ષિપ્ત કાર્યવાહી કરશે. મોટાભાગના અપરાધમાં દંડ અને વળતરને મહત્વ અપાયું છે. આ કામમાં ચોરાયેલી સંપતિની જો અન્ય કોઈ અપરાધ કરાયો હોય તો બન્નેને કલબ કરાશે નહી. જેમ કે કોઈ મોટર ચોરી ને બેન્ક લુંટાઈ હોય તો તેમાં જેની મોટર ચોરાઈ હોય તેને તાત્કાલીક તે પરત માટે યોગ્ય વળતર મળે તે નિશ્ચિત થશે અને લુંટનો કેસ અલગથી ચાલશે જેથી પોલીસની કામગીરી પણ ઘટશે.