કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે લોકો ટાઈમ પાસ કરવા માટે સૌથી વધુ ટિક્ટોક જોતા હતા. ત્યારે ટિક્ટોક સ્ટાર લોકો માટે સતત વીડિયો (video)બનાવી પોતાના એકાઉન્ટ પર મૂકતા હોય છે. ત્યારે સુરતની ટિક્ટોક સ્ટાર અને બે બાળકોની માતાને વીડિયો બનાવો ભારે પડ્યો હતો. વીડિયો બનાવતા સમયે એક શ્વાન (Dog bite) પાસે આવીને તેમને કરડી જાય છે. જોકે આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ખાતે આવેલ ગ્રીન સીટી ખાતે રહેતી અને બે બાળકીની માતા તેના વીડિયોને લઈને થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી. બે બાળકોની માતાના મોડેલીગના વીડિયો વાયરલ થતા લોકોએ ખુબજ પસંદ કર્યા હતા. અને બે બાળકોની માતા નહીં લાગવાની સતત કોમેન્ટ પણ લોકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે પોતાના ફોલોવર્સ અને ટિક્ટોક વીડિયો બનાવવા માટે સુરત આ ટોકટોક સ્ટાર પ્રિયા પોતાના ઘરના પાર્કિગમાં ‘ટચમી ટચમી જરા જરા કિસમી કિસમી’ ગીત ઉપર વીડિયો બનાવી રહી હતી. ત્યારે એક શ્વાન આવીને તેને પાછળના ભાગે બટકું ભર્યું હતું. ત્યારબાદ આ ટિક્ટોક સ્ટાર ત્યાંથી ભાગી છૂટે છે. અને પોતાનો જીવ બચાવે છે. જોકે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ત્યારે શ્વાન બચકું ભર્યા બાદ આ સ્ટાર ઘરે શ્વાન દ્વારા જ્યાં આગળ બચકું ભરવામાં આવ્યુ છે ત્યાં દવા લગાવી હોય છે ત્યારે તેમના પતિ દ્વારા ટિક્ટોકને લઈને ગમે ત્યાં ડાન્સ કરી વીડિયો બનાવને લઈએં શ્વાન દ્વારા બચકું ભરવામાં આવ્યું છે. અને હવે ઇન્જેકસન લાગવા પડશે તેવી કોમેન કરતા હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. અને લોકો આ વીડિયો પસંદ કરી રહિયા છે.