ફરી એકવાર વિદેશ મોકલતા એજન્ટોની ચુંગાલમાં ભરૂચની મહિલા ફસાઈ

Spread the love

વિદેશ જવાના ખ્વાબ જોનારા અનેક લોકોને લઈને હાલ માઠા સમાચાર મળી રહ્યા છે, તેમ છતાં ડોલર કમાવવાની લાયમાં લોકો પોતાની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે. ઘણીવાર ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવેશ કરનારાઓ ખોટો રસ્તો અપનાવે છે, જેથી તેઓ મોતના મુખમાં ધકેલાય છે. જો વિદેશ જવાનુ સપનુ આવુ હોય તો પછી શું કામ આવુ સપનુ જોવુ. છેલ્લાં કેટલાય સમયથી એજન્ટના સહારે વિદેશોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા અકાળે મોતને ભેટ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર વિદેશ મોકલતા એજન્ટોની ચુંગાલમાં ભરૂચની મહિલા ફસાઈ છે.

થોડા સમય પહેલા જ અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. ત્યારે ફરી એકવાર વિદેશ મોકલતા એજન્ટોની ચૂંગાલમાં ભરૂચની મહિલા ફસાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કામના બહાને વિદેશ મોકલ્યા બાદ મહિલા સાથે અત્યાચાર કરાઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેડા ગામની મહિલાનો વીડિયો વાયરલ થયો છે. મહિલાનો વીડિયો જોતા ઓમાન, મસ્કતમાં મહિલા ફસાઈ હોવાનો વિડીયોમાં દાવો થઈ રહ્યો છે. ઇન્ડિયન એમબેસી સહિત પ્રધાનમંત્રી પાસે મુસ્લિમ મહિલાએ મદદની ગુહાર લગાવી છે. તસ્લીમા પટેલ નામની મહિલાએ દર્દનાક સ્થિતિમાં વીડિયો વાયરલ કરી મદદ માગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com