GJ-18 ના નામાંકિત એડવોકેટ તથા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે પણ હોદ્દો ધરાવતા અશ્વિન ત્રિવેદીના નામે facebook આઇડી પોતાનો ચેક કરતા શ્રી નિવાસ શ્રી નું નામના કોઈ વ્યક્તિએ પ્રોફાઈલ ફોટા નો ઉપયોગ કરીને તમામ ફ્રેન્ડ ગ્રુપમાં રિક્વેસ્ટ મોકલતા આ વ્યક્તિનો કોઈ ગંભીર ગુનો આચરવાનો ઇરાદો હોવાની દહેશત લાગતા અને કોઈ મોટી છેતરપિંડી કરવા ના બદ ઇરાદો હોવાનું લાગતા આજરોજ સેક્ટર -૭ પોલીસ સ્ટેશન ખાતે અશ્વિન ત્રિવેદી દ્વારા ફરિયાદ કરી છે, ત્યારે સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવવા ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે.
બોક્સ :-
શહેરમાં નામાંકિત એડવોકેટ અશ્વિન ત્રિવેદીનું બોગસ ફેસબુક ,આઇડી બનાવીને છેતરપિંડી આચરવાનો બદ ઇરાદો જણાતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ ,ઉપરાંત અગાઉ મનપાના પૂર્વ કમીશનર ના નામે પણ આવું બોગસ આઈડી બનાવવામાં આવ્યું હતું.