સુરતમાં 7 વર્ષના દીકરાના હાથમાં રિક્ષાની સ્ટિયરિંગ આપનાર પિતાની પોલીસે અટકાયત કરી છે. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં રિક્ષાચાલકે તેના 7 વર્ષના દીકરાને ખોળામાં બેસાડી રિક્ષાનું સ્ટિયરિંગ પકડાવી દીધુ હતું. તે સ્પષ્ટ જોઈ શકાય છે. આવી બેદરકારી બાળકો પર તો જીવનું જોખમ સર્જે છે. સાથે સાથે અન્ય લોકો અને વાહનચાલકો પર પણ જોખમ ઉભું કરે છે. મોટેરાઓ દ્વારા છડેચોક થતું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન મોતની સજાનું કારણ બની શકે છે.