નર્મદા કેનાલમાં પુત્ર સહીત ત્રણ લોકોને બચાવવાં જતાં પિતા લાપતાં

Spread the love

ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની પાસેની નર્મદા કેનાલમાં આજે ઢળતી સાંજે સેલ્ફીનાં ચક્કરમાં પગ લપસી જતાં બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. આ જોઈને સાથેનો એક વ્યક્તિ બંનેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. જે પણ કેનાલમાં ડૂબવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઇને પુત્રને બચાવવા માટે પિતાએ પણ કેનાલમાં છલાંગ દીધી હતી. જો કે પુત્ર સહિત ત્રણ કેનાલમાંથી જેમતેમ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ પિતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદના ઘાટલોડિયા ચાણક્યપુરી ખાતે રહેતા શિવપાલસિંગ રાઠોડનાં પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. શિવપાલસિંગ કલોલ ની સીન્ટેક્સ કંપનીની ગ્રુપ – 7 સિક્યુરિટી કંપનીના મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જેમની સાથે તેમનો દીકરો રુદ્રપ્રતાપ પણ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આજે પિતા પુત્ર તેમજ પરિચિત ગોવિંદસિંગ અને અજય નામનો યુવાન કલોલ સીન્ટેક્સ કંપનીથી ગાડીમાં પરત અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે ઢળતી સાંજે અડાલજ પોલીસ મથકની નજીકની નર્મદા કેનાલે ગાડી ઉભી રાખીને ચારેય જણા ઉભા રહ્યા હતા. બાદમાં અજય અને રુદ્રપ્રતાપ સેલ્ફી લેવા માટે કેનાલની નીચે ઉતર્યા હતા.

એ દરમ્યાન જોતજોતામાં બંનેનો પગ લપસી જતાં કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા. જેઓને કેનાલમાં ડૂબતા જોઈ કેનાલ ની બહાર ઉભેલ ગોવિંદસિંગ બંનેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યા હતા. અને બંનેને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. જ્યારે બહાર ઉભેલા શિવપાલસિંગ મદદ માટે બુમાબુમ કરવા લાગ્યા હતા. ગોવિંદસિંગ અજય અને રુદ્ર પ્રતાપને મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા. એ વખતે ત્રણેય જણા કેનાલનાં પાણીમાં ઉપર નીચે થવા લાગ્યા હતા.

આ જોઈને શિવપાલસિંગ પણ ત્રણેયને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા. જો કે ગોવિંદસિંગને થોડું તરતા આવડતું હોવાથી જેમતેમ કરીને અજય અને રુદ્ર પ્રતાપને કેનાલની બહાર કાઢી લીધા હતા. પરંતુ શિવપાલસિંગ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ આદરી હતી. પરંતુ શિવપાલનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

આ અંગે ગોવિંદસિંગે જણાવ્યું હતું કે અજય અને રુદ્ર પ્રતાપને કેનાલમાં ડૂબતા જોઇને હું અંદર પડ્યો હતો. પરંતુ કેનાલની બહાર ઉભેલા શિવપાલસિંગને અમે ત્રણેય ડૂબી રહ્યા હોવાનું લાગતા તેઓ પણ કેનાલમાં કૂદયા હતા. હાલમાં તેઓનો પત્તો લાગ્યો નથી. જેથી જાસપુર કેનાલ તરફ શોધખોળ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com