ઓગસ્ટ મહિનાના લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના ઘણાં વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં મોટાભાગના શહેર અને ગામડાઓમાં વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આ મહિનામાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. 13-14 સપ્ટેમ્બરે પણ લો-પ્રેશર બનશે અને વરસાદ પડે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે. તેટલું જ નહીં, નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા પણ છે. 27 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે કે, ‘નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વધુ એક ચક્રવાતની અસર થઈ શકે છે.’ આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે.