ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ ચાલુ રાખીશું
અમદાવાદ
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કર અને જનરલ સેક્રેટરી ધીમંતભાઈ ઘેલાણી એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સનાં પ્રશ્નો ઘણા સમય થી પડતર છે. ઘણી બધી રજૂઆત કરી પરંતુ કોઈ સંતોષકારક જવાબ તેમજ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. માટે ના છૂટકે સેન્ટ્રલ ગવર્મેન્ટ, પેટ્રોલિયમ મંત્રાલય સુધી મેસેજ પહોંચાડવા અમે એલાન આપ્યું છે.
1. છેલ્લા ૬ વર્ષ થી અમારા ડીલર માર્જિન માં વધારો થયો નથી.
2. CNG નું ડીલર માર્જિન ૦૧-૧૧-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૩ (૧૭ મહિના નું) મળેલ નથી.
3. બ્રાન્ડેડ પેટ્રોલ / ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરી ડીલર ને પરેશાન કરે છે.15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ કે ડીઝલ ખરીદશે નહીં.છેલ્લા 17 મહિનાથી સીએનજી ડીલર નું માર્જિન મળ્યું ન હોવાનો આક્ષેપ એસોસિએશન એ કર્યો છે.અમે પેટ્રોલ / ડીઝલ ની ખરીદી નહીં કરીએ, પરંતુ અમારા ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ ચાલુ રાખીશું . અમે નિર્ણયની જાણ ઓઇલ કંપની તેમજ પુરવઠા ખાતુ, ગાંધીનગરને કરી છે.