“ પૂર્વઝોન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા બાકી કરદાતાઓની કુલ ૬૩ મિલકતો પર રૂ. ૨ .૪૮ કરોડ નાં બાકી વેરાની કલેકટરનાં રેકર્ડમાં બોજા નોંધ ”

Spread the love

મિલકતનો ટેક્ષ ભરવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NOC ઈશ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોનનાં પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા મે. ડે.મ્યુનિ.કમિશનર (પૂર્વઝોન)ના માર્ગદર્શન હેઠળ સમયસર પ્રોપર્ટી ટેક્ષની ચૂકવણી ન કરનાર સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ૬૩ મિલકતમાં કલેકટરના રેવન્યુ રેકર્ડમાં બોજા નોંધ કરવામાં આવેલ છે.જે બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન ખાતે મિલકતો આવેલ છે. પરંતુ સદર મિલકતધારકને વારંવાર નોટીસ આપવા તથા સીલ મારવા છતાં હજુ સુધી ટેક્ષ ભરપાઇ કરવામાં આવેલ નથી. તેથી ઝોનલ ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી(પૂર્વઝોન) દ્વારા બોજા નોંધણીનો હુકમ કરવામાં આવેલ છે. તેને આધારે સદર મિલકત પર રેવન્યુ રેકર્ડમાં બોજો (કાચી નોધ) દાખલ કરવામાં આવેલ છે. જો સદર મિલકતનો ટેક્ષ ભરવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NOC ઈશ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આમ, પ્રોપર્ટી ટેક્ષ ભરેલ નથી તેવી અન્ય મિલકત પર કલેકટરશ્રીના રેવન્યુ રેકર્ડમાં બોજો દાખલ કરવાની કાર્યવાહી પ્રક્રિયામાં છે. આથી વધુ રકમ બાકી છે તેવા કરદાતાઓની મિલકત પર બોજો દાખલ જેવી કાર્યવાહી થી બચવા પોતાનો પ્રોપર્ટી ટેક્ષ ચૂકવી દેવા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com