બનાસકાંઠાના દિયોદરમાં જીવદયા પ્રેમીને મારી નાખવાની ધમકી મળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તલવાર સાથે કારમાં ઘસી આવેલા શખ્સોએ ‘આજે જીવતા મૂકવાના નથી’ તેમ કહી અને મારી નાખવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે.
આ મામલે પોલીસમાં જાણ કરાતા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. જેમાં સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
રાત્રિના સમયગાળા દરમિયાન આરોપીઓ પશુઓને ગાડીમાં ભરી કતલખાને લઈ જતા હતા. આ દરમિયાન રમેશભાઈ ભાટી સહિતનાઓએ પોલીસનો સંપર્ક કરી ગાડીનો પીછો કરવા જાણ કરી હતી અને તેઓ પણ પોતાની કાર લઈને પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ અકસ્માત સર્જી અને હત્યાનો પ્રયાસ કર્યો હોવાના ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે. ત્યારબાદ રમેશભાઈ ભાટી અને તેમના સાથી મિત્રો કાર લઇને પરત થઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય એક નંબર પ્લેટ વગરની કાર આવી હતી અને તેમાં સવાર શખ્સોએ તલવાર સાથે આતંક મચાવી અને મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ આ દિશામાં દિયોદર પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે.