ભારતમાં જેટલી મોટી વસ્તી છે. તેટલી જ દર વર્ષે કરોડપતિ લોકોની સંખ્યા વધી રહી છે. ભારતના લોકો હવે ન માત્ર ગરીબી રેખાથી બહાર આવી રહ્યા છે, પરંતુ શાનદાર કમાણી કરીને સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ આપી રહી છે. ગત 2 વર્ષમાં માર્ચ 2022 સુધી વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધારે આવક ધરાવતા વ્યક્તિગત ટેક્સપેયર્સની સંખ્યા બમણી થઈને 1.69 લાખ થઈ ગઈ છે.
ઈનકમ ટેક્સના આંકડાઓ અનુસાર, ગત ત્રણ વર્ષો દરમિયાન નવા કરોડપતિઓની સંખ્યામાં 50 ટકાથી વધારે વૃદ્ધિ જોવા મળી છે.
ભારતમાં દરેક મામલે વિવિધતા જોવા મળી છે. કેટલાક રાજ્યો અમીર છે અને કેટલાક રાજ્યો ગરીબ છે. કોઈ રાજ્યમાં નોકરી કરનારા લોકોની સંખ્યા ઓછી છે, પરંતુ ત્યાં અમીરોની સંખ્યામાં કોઈ જ કમી નથી. આજે અમે એક એવા રાજ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં કરોડપતિઓની સંખ્યામાં ઝડપથી વધારે થયો છે.
આ રાજ્યમાં કરોડપતિઓની સંખ્યા વધી- ગુજરાત રાજ્ય ઉદ્યોગ તેમજ મોટા બિઝનેસમેન માટે જાણીતું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત 5 વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ ટેક્સપેયર્સની સંખ્યા 7000થી વધીને 14,000 રૂપિયા થઈ ગઈ છે. રિપોર્ટના અનુસાર, આમાંથી 5,000 કરોડપતિ ટેક્સપેયર્સ વર્ષ 2021થી 2022 દરમિયાન વધ્યા છે. અહીં 1 કરોડથી વધારે કમાણી કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારે થયો છે. આ 14,000 કરોડપતિ ટેક્સપેયર્સમાં બિઝનેસમેન વધારે છે. આ વધારા ટેક્સ કપાતની મહત્વની ભૂમિકા છે.
આ કારણથી વધ્યા કરોડપતિ ટેક્સપેયર્સ- કરોડપતિ ટેક્સપેયર્સની સંખ્યામાં આવેલી આ તેજી માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન આવક અને ટેક્સ સંબંધિત ડેટા એકત્ર કરવાની પ્રક્રિયા પારદર્શક અને અસરકારક બની છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ કંપનીઓનો ઉદભવ, ઉદ્યોગપતિઓની સંખ્યામાં વધારો, શેરબજારમાં તેજી, ઊંચા પગારવાળી નોકરીઓમાં વધારો અને મૂનલાઇટિંગ જેવા પરિબળોએ પણ કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં વધારો કર્યો છે.