ગુજરાત સરકાર દ્વારા પારિત થયેલ પબ્લિક યૂનિવર્સિટી એક્ટ નું રાષ્ટ્રીય શિક્ષા નીતિ ના ક્રિયાન્વયન ની ગતિ મા વધારો થાય અને વિશ્વવિદ્યાલય મા એકરૂપતા આવે તે ઉદેશ સાથે આ એક્ટ નું સ્વાગત છે
અમદાવાદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર શિક્ષણ જગત મા અગ્રેસર રહી વિદ્યાર્થી હિત માટે કાર્યરત રહેતું, અવિરત પણે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતું એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે. આજે ગુજરાત સરકાર દ્વારા પબ્લિક યુનિવર્સિટી એકટ પારિત કરવામાં આવ્યું. સરકાર શ્રી દ્વારા ગુજરાત મા શિક્ષણ કાર્ય ને સુચારુ રીતે ચલાવવા માટે આવશ્યક પગલા લેવાઈ રહ્યા છે. આ પારિત કરેલ એક્ટ ને વિદ્યાર્થી પરિષદ આવકારે છે અને સરાહનીય ગણે છે. વર્ષો થી શિક્ષણ ક્ષેત્રે સમય સાથે બદલાવ ની માંગ રહી છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ ધણી માંગો આ શિક્ષણ પધ્ધતિ ને સુચારુ રીતે ચલાવવા માટે કરવામાં આવી હતી. ત્યારે આ એક્ટ ને જોતા સંપૂર્ણ નહી પરંતુ ધણા મોટા પ્રમાણ શિક્ષણ જગત મા હકારાત્મક ફેરફાર જોવા મળશે. જેના શેષ સ્વરૂપે વિદ્યાર્થી હિતો નું રક્ષણ થશે.
વિદ્યાર્થી પરિષદ ની હંમેશા થી માંગ રહી છે કે, દરેક યુનિવર્સિટીઓ મા એક સમાન પ્રવેશ, એક સમાન પરીક્ષા અને એક સમાન જ પરિણામ જેવી પ્રક્રિયા થાય. જે ને આ એક્ટ હેઠળ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે જ આ વિધેયક મા વિશેષ સમિતિઓમાં ૩૩% મહિલા અનામત તરીકે ફાળવવામાં આવેલ છે. જે પણ વિદ્યાર્થી પરિષદ ની જ માંગ રહી હતી. તેવી જ રીતે આ એક્ટ મા વિદ્યાર્થી પરિષદના સુઝાવ ને ધ્યાન માં રાખી ને ચાન્સેલર તરીકે અંતિમ સત્તા ગવર્નરને આપવામાં આવે. વિદ્યાર્થી પરિષદ દ્વારા જ કહેવાયું હતુ કે આ એક્ટ એ સરકારી યુનિવર્સિટીઓ માટે જ પારિત કરવામાં આવે છે તો તેને પબ્લિક યુનિવર્સિટી એક્ટ નામ આપવું જોઈએ. અને સાથે જ વાઈસ ચાન્સેલર ની પાંચ વર્ષની એક જ ટર્મ રહે તેવી માંગ પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી, જે સરકાર દ્વારા આ એક્ટમાં આવરી લેવામાં આવ્યું છે. આ પ્રકારની કેટલીય બાબતો ને વિદ્યાર્થી પરિષદ આવકારે છે.આ એક્ટમાં વિદ્યાર્થી સંધ ની ચુંટણીની જોગવાઈ કરવામાં આવી નથી, જે ને લઈ ને વિધાર્થી પરિષદ ચિંતા વ્યક્ત કરે છે. અને આ બાબત ને નિંદનીય ગણાવે છે. વિધાર્થી પ્રતિનિધિત્વ એ ભાવિ સમાજ નુ પ્રતિનિધિત્વ કરતા હોય છે. વિધાર્થી પ્રતિનિધિત્વ થી જ જમીન સ્તર ના વિધાર્થીઓના પ્રશ્ર્નો ને વાંચા મળતી હોય છે. જ્યારે આ એક્ટ એ વિધાર્થી ઓ ના પ્રતિનિધિત્વ ને સંપૂર્ણ પણે ધ્વસ્ત કરી દેશે, તે ચિંતા નો વિષય રહેશે. BOM અને EC જેવી મહત્વની સમિતિઓ મા વિધાર્થી પ્રતિનિધિત્વ નથી. ત્યારે વિદ્યાર્થીઓના નાના માં નાના થી લઈને મોટા પ્રશ્નો ના નિવારણ પર કોઈ ધ્યાન આપવા વાળુ રહેશે નહી. જે બાબતો પર પણ સરકારે ધ્યાન આપવું અત્યંત અને ફરજીયાત પણે આવશ્યક જણાય છે. સાથે સાથે પારિત કરેલ એક્ટમાં BOM ના ચેરપર્સન તરીકે ની જોગવાઈ કરવામાં આવી છે જે નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત યોગ્ય નથી. આમ આવી કેટલીક બાબતો પર પણ સરકાર દ્વારા ધ્યાન આપી અને તેની ગંભીરતા સમજી અને યોગ્ય પગલા લેવા અત્યંત જરૂરી જણાય છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિ બેન ગજરે જણાવે છે કે, સરકાર દ્વારા પારિત કરવામાં આવેલ એક્ટ ના લગભગ બધા જ વિષયો ને વિદ્યાર્થી પરિષદ સહર્ષ આવકારે છે, અને વિદ્યાર્થી પરિષદની ઘણી બધી માંગોને સરકારશ્રી દ્વારા પ્રમુખતામાં રાખીને તેને આ એક્ટમાં સંમેલિત કરવાનું કાર્ય કર્યું છે. જેમાં એક સમાન પ્રવેશ , પરીક્ષા , પરિણામ, 33% મહિલા અનામત , ચાન્સેલર તરીકે અંતિમ સત્તા ગવર્નરની વગેરે જેવી મહત્વની બાબતોને વિદ્યાર્થી પરિષદની માંગો ને જોતા લગભગ બધી જ માંગો સ્વીકારવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થી જગત નો એક મહત્વપૂર્ણ ભાગ છાત્ર સંઘની ચૂંટણી , વિવિધ મહત્વની સમિતિઓમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વનો અભાવ જેને લીધે વિદ્યાર્થીઓના નેતૃત્વ કરવાના ગુણો ક્યાંક ને ક્યાંક દબાઈ જશે તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થી પ્રતિનિધિત્વ થી ઘણા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થી ઓમાં એકતા આવતી હોય છે, અને સાથે જ પોતાના હક્ક માટે લડવાની જાગૃતતા લાવવાનું કાર્ય પણ આજ વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતું હોય છે. સામાન્ય માં સામાન્ય વિદ્યાર્થીનો અવાજ બનનાર વિદ્યાર્થી પ્રતિનિધિત્વ જ જો યુનિવર્સિટીઓમાં નહીં મળે તો વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાયને ન્યાય કોણ અપાવશે? તેવા અનેકો મોટો પ્રશ્ન વિદ્યાર્થી જગતમાં ઉભા થશે. આમ આવા પ્રશ્ન ન ઉઠે તે માટે પણ સરકારે ખૂબ જ ગંભીરતાથી ધ્યાન આપવાની આવશ્યકતા જણાય છે. અને ફરી આવી બાબતોમાં પણ સરકાર ચિંતન અને સંશોધન કરી અને હકારાત્મક નિર્ણય તરફ આગળ વધશે તેવી વિદ્યાર્થી પરિષદ ને આશા છે.