પ્રથમ ફોટામાં પ્રફુલ્લ ખોડા પટેલ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક, સમારંભમાં દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. બીજા ફોટામાં પ્રફુલ્લ પટેલને મુંબઈ સેન્ટ્રલના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી નીરજ વર્મા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવી રહ્યું છે
ચંદ્ર મિશનને ‘ચંદ્રયાન’ નામ આપવું, તેના લેન્ડરને ‘વિક્રમ’ અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેના ઉતરાણ સ્થળને ‘શિવ શક્તિ’ તરીકે ઓળખ આપવી એ આપણા સાંસ્કૃતિક સિદ્ધાંતોને સાચવે છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવથી મોકલવામાં આવેલા ઇનપુટ તેને આધુનિક ટેકનોલોજી સાથે જોડે છે: ડૉ. જિતેન્દ્ર સિંહ
નવી દિલ્હી
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી; વડાપ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે ‘પીએમ વિશ્વકર્મા’ યોજના એ ભારતની સભ્યતા અને પરંપરાગત કારીગરીનો યોગ્ય સમન્વય છે. સિંહે જણાવ્યું હતું કે આ યોજના આજીવિકા મેળવવાનો વિકલ્પ પૂરો પાડે છે, સાથે જ ભારતની વર્ષો જૂની ગુરુ-શિષ્ય પરંપરાને જાળવી રાખે છે.ડૉ. જિતેન્દ્ર સિંહ જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવેલી ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પરંપરાગત જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાની સંસ્કૃતિ શરૂ કરી છે અને ચંદ્રયાન તેનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ચંદ્ર મિશનનું નામ ‘ચંદ્રયાન’, તેના લેન્ડરને ‘વિક્રમ’ અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેના ઉતરાણ સ્થળને “શિવ શક્તિ’ તરીકે ઓળખ આપવી એ ભારતનાં સાંસ્કૃતિક સિદ્ધાંતોની જાળવણીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી મોકલવામાં આવેલા ઇનપુટ્સ તેને અદ્યતન ટેકનોલોજી સાથે જોડે છે અને સાબિત કરે છે કે ભારત કહેવાતા વિકસિત દેશો કરતાં આગળ છે, જેઓ હવે આપણા નેતૃત્વમાં આવવા માંગે છે.ભારતની વિકાસ યાત્રામાં આ એક ઐતિહાસિક દિવસ છે, જ્યારે ભારતની અનોખી સંપત્તિ એવા આ પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાની શરૂઆત સાથે મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે.
પરંપરાગત કારીગરો અને શિલ્પકારો, સમાજના અન્ય વર્ગોની જેમ મહત્વપૂર્ણ છે, જેમણે ભારતની વર્ષો જૂની પરંપરાઓ અને કારીગરીને જીવંત રાખી છે, પરંતુ આઝાદી પછી તેમના પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જ શક્ય બન્યું છે કે સમાજના આ અભિન્ન અંગને આજે પીએમ વિશ્વકર્મા’ યોજનાની શરૂઆત સાથે સમર્થન અને કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે.ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે 10 કરોડ ઉજ્જવલા કનેક્શન, સ્વચ્છ ભારત મિશન હેઠળ 12 કરોડ શૌચાલય, જલ જીવન મિશન હેઠળ 13 કરોડ કનેક્શન, આયુષ્માન ભારત યોજના અંતર્ગત 18 કરોડ હેલ્થ કાર્ડ, મુદ્રા લોન, પીએમ કિસાન નિધિ વગેરે યોજનાઓ એનો પુરાવો છે કે આ સરકાર એ લોકોને સમર્પિત છે જેમને અગાઉની સરકારોએ મુખ્ય પ્રવાહમાંથી બહાર રાખ્યા હતા
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા, દાદરા અને નગર હવેલી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર, મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન, શ્રી નીરજ વર્મા અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ આ સમારોહમાં હાજર હતા. શ્રી વર્માએ શ્રી પ્રફુલ્લ પટેલને પુષ્પગુચ્છ આપીને અભિવાદન કર્યું હતું અને સ્વાગત પ્રવચન પણ કર્યું હતું.