અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ઇન્ડીયન સ્વચ્છતા લીગ સીઝન – 2નું આયોજન કરાયું

Spread the love

શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર સુશ્રી પ્રતિભા જૈન તથા જાણીતા કલાકાર  મયુર વાકાણી રહ્યા ઉપસ્થિત

અમદાવાદ

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડીયન સ્વચ્છતા લીગ સીઝન – 2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે યોજાયો હતો, જેમાં શહેરના મેયર સુશ્રી પ્રતિભા જૈન તથા જાણીતા કલાકાર શ્રી મયુર વાકાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ રોજિંદા જીવનમાં અપનાવવાનો સદગુણ છે. તેઓએ ભીના અને સુકા કચરાને અલગ તારવવા અને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન અને જાણીતા કલાકાર મયુર વાકાણીએ શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા રેલને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત, કપડાંની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે તા.15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે રાજ્યમાં તા. 15 સપ્ટેમ્બરથી તા.15 ઓકટોબર સુધી આ અભિયાન અંર્તગત વિવિધ સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોર્પોરેટરશ્રીઓ, કોર્પોરેશનના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ તથા સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com