ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે. મહત્વનું એ છે કે, સતત બે દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. ઓગસ્ટ મહિનામાં ખૂબ રાહ જોવાડાવ્યા પછી હવે ભાદરવા મહિનામાં વરસાદનું આગમન થઈ ચુક્યું છે.
આ તરફ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી રહ્યું છે. હવામાન વિભાગે 18થી 21 સપ્ટેમ્બર સુધી એટલે કે આવનાર 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આવનાર 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
18 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તો નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યેલો એલર્ટ છે. આ સાથે વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
19 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ તો પાટણ, મહેસાણા,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
20 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ તો મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગરમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
21 સપ્ટેમ્બરે કચ્છમાં ઓરેન્જ એલર્ટ તો દ્વારકા, જામનગરમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.