શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા 50 પશુઓ પકડાયા અને 14303 કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરાયો

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાંથી વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા 50 પશુઓ આજે ચાર વાગ્યા સુધીમાં પકડવામાં આવ્યા હતા અને 14 303 કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.મંજુર થયેલ પોલીસી અન્વયે રખડતા પશુ પકડવાની તથા પોલીસીની અમલવારી માટે એકશનપ્લાન બનાવી લાંબાગાળા તથા ટૂંકાગાળાના વિવિધ પગલાઓ સાત ઝોનમાં એસ્ટેટ, હેલ્થ, સો.વે.મે, ઇજનેર, સીએનસીડી,યુસીડી, ટેક્ષ જેવા તમામ વિભાગો તથા શહેર પોલીસ કમિશનર દ્વારા ફાળવેલ ઝોન પોલીસ સ્ટાફની ટીમો બનાવી એન્ફોર્સમેન્ટ સહિતની સંયુકત કામગીરીઓ કરવા ઝોનના ડે.મ્યુનિ.કમિશનર આસી.મ્યુનિ.કમિશનરના સુપરવિઝન હેઠળ અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરી. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની જગામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોત તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરનાં જાહેરનામાંનો ભંગ નહિ કરવા રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહિ કરવા તકેદારી રાખવા પશુમાલિકો પશુપાલકોને તાકિદ કરવામાં આવેલ છે.

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ના અમલવારી અન્વયે શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારો એરર્પોટ રોડ, ઇન્દિરા બ્રીજ, કોતરપુર રોડ, અમરાઇવાડી, એ-કેબીન સાબરમતી, જમાલપુર, રાયખડ, ખાનપુર, સોલા, ગોતા, બોપલ, ઘુમા, સરદારનગર, સુરેલીયા, હાટકેશ્વર, સીટીએમ, વિરાટનગર, રામોલ, રાયપુર, મોટેરા સ્ટેડિયમ, આસ્ટોડિયા, રાબારી કોલોની, ખોખરા, ઘોડાસર, વાડજ, ઓઢવ, અર્બુદાનગર, શાહપુર, આરટીઓ, થલતેજ, નિકોલ, સુભાષ બ્રીજ, પ્રહલાદનગર, સરસપુર, બાપુનગર, મણીનગર, દાણીલીમડા, લાંભા, ઇન્ડિયા કોલોની, કર્ણાવતી ક્લબ, ક્રિષ્ણનગર, વસ્ત્રાલ, અંકુર, ઇસનપુર, ભાર્ગવરોડ, સરખેજ, વટવા, ખાડીયા, એઇસી ચાર રસ્તા, બહેરામપુરા, ગુલબાઇ ટેકરા, ઓગણજ, લીલાનગર, શાહીબાગ, દર્પણ સર્કલ, પ્રેમ દરવાઝા, સાયન્સ સીટી, રંગોલીનગર, વાસણા, પાંજરાપોલ, પાલડી, મેઘાણીનગર, એસપી રીંગ રોડ, ચાંદખેડા, દુધેશ્વર, સરદારધામ, વેજલપુર, વૈષ્ણોદેવી, મકરબા, બોડકદેવ તથા નહેરુનગર આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ પશુઓ આજે ચાર વાગ્યા સુધીમાં પકડવામાં આવ્યા હતા અને 14 303 કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com