વોશિંગ્ટન મધ્ય વૈશ્વિક ઉજવણી :  વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૨૩ ! ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમ્યાન અમેરિકાની રાજધાનીમાં  આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવની ચોથી આવૃત્તિ

Spread the love

 

૨૯ સપ્ટેમ્બર,૨૦૨૩ ના દિવસે નેશનલ મોલ ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સરહદો,ધર્મો અને જાતિઓના ભેદભાવ વચ્ચે “One World Family” (વસુધૈવ કુટુંબકમ)ના નેજા હેઠળ ૧૮૦ દેશોના લોકો વચ્ચે ઐક્યનો સેતુ બનાવશે

આ કાર્યક્રમમાં મંચનું જ કદ ફૂટબોલની રમતના એક મેદાન જેટલું રહેશે અને પશ્ચાદભૂમિમાં પ્રતિષ્ઠિત યુ એસ કેપીટોલ જોઈ શકાશે. આ ઉત્સવમાં ૧૭,૦૦૦ની વિશાળ સંખ્યામાં કલાકારો,૪.૫ લાખની વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો, અનેક દેશોના વડાઓ, અને ૧૦૦ કરતાં વધુ દેશોના બૌધિક નેતાઓ નેશનલ મોલ ખાતે એકત્રિત થઈ ભાગ લેશે.

અમદાવાદ

આ અઠવાડિયાના અંતે દુનિયાભરમાં બધી આંખો વોશિંગ્ટન ડીસી પર મંડાયેલી હશે,અને તે એક વિશિષ્ટ કારણે.૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમ્યાન અમેરિકાની રાજધાની વૈવિધ્ય અને એકતાની એક અવિસ્મરણીય ઉજવણીનું યજમાન બનવાનું છે, અને એ છે આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવની ચોથી આવૃત્તિ.કાર્યક્રમમાં વિશિષ્ટ મહાનુભાવો જે સંબોધન કરવાના છે તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૮ મા સેક્રેટરી જનરલ શ્રી બાન કી-મુન,ભારતના માનનીય વિદેશ મંત્રી  એસ જયશંકર,યુ એસ સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિ,યુ એસ સેનેટર રીક સ્કોટ,શ્રી નેન્સી પેલોસી, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ,વિવિધિ દેશોના ભૂતપૂર્વ અને વર્તમાન વડા તથા નેતાઓનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં મંચનું જ કદ ફૂટબોલની રમતના એક મેદાન જેટલું રહેશે અને પશ્ચાદભૂમિમાં પ્રતિષ્ઠિત યુ એસ કેપીટોલ જોઈ શકાશે. આ ઉત્સવમાં ૧૭,૦૦૦ની વિશાળ સંખ્યામાં કલાકારો,૪.૫ લાખની વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો, અનેક દેશોના વડાઓ, અને ૧૦૦ કરતાં વધુ દેશોના બૌધિક નેતાઓ નેશનલ મોલ ખાતે એકત્રિત થઈ ભાગ લેશે.  કાર્યક્રમમાં વિશિષ્ટ મહાનુભાવો જે સંબોધન કરવાના છે તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૮ મા સેક્રેટરી જનરલ શ્રી બાન કી-મુન,ભારતના માનનીય વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર,યુ એસ સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિ,યુ એસ સેનેટર રીક સ્કોટ,શ્રી નેન્સી પેલોસી, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ,વિવિધિ દેશોના ભૂતપૂર્વ અને વર્તમાન વડા તથા નેતાઓનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં ૫૦ કરતાં વધારે કૃતિઓની રજુઆત થશે,જેમાં સમાવિષ્ટ છે:

• ૧૦૦૦ ગાયકો અને નૃત્યકારો દ્વારા ચીનની એક પારંપરિક સાંસ્કૃતિક કૃતિ.

• ૧૦,૦૦૦ નૃત્યકારો દ્વારા એક ભવ્ય ગરબો.

• વિવિધ વાદ્યોના સમુહ વાદન સાથે ૭૦૦ ભારતીય સાંસ્કૃતિક નૃત્યકારો દ્વારા કૃતિ.

• હીપ હોપને ૫૦મી સંવત્સરી માટે કર્ટીસ બ્લો,શા-રોક,સીક્વન્સ ગર્લ્સ,ડી જે કૂલ અને હીપ હોપના અન્ય અદ્ભૂત કલાકારો દ્વારા બિરદાવલિ.સાથે સાથે કીંગ ચાર્લ્સ અને કેલ્લી ફોરમેનના પ્રારંભિક નૃત્ય નિર્દેશનમાં ૧૦૦ બ્રેક નૃત્યકારો દ્વારા કૃતિ.

• યુક્રેનના ૧૦૦ નૃત્યકારો દ્વારા તેમનું પારંપરિક હોપાક.

• ગ્રેમી એવોર્ડ વિજેતા મીકી ફ્રીના નેતૃત્વમાં ૧૦૦૦ ગિટાર વાદકોની કૃતિ

• બોબ માર્લીની પ્રખ્યાત ઉત્કૃષ્ટ “વન લવ” ની તેમના પૌત્ર સ્કીપ માર્લી દ્વારા પુનઃરચનાની રજુઆત.

આ નેશનલ મોલ ખાતે ૧૯૬૩માં માર્ટીન લ્યુથર કિંગે દુનિયામાં સમાનતા અને ઐક્યનો સંદેશો આપવા તેમનું પ્રખ્યાત વક્તવ્ય “મારું એક સ્વપ્ન છે” આપ્યું હતું.તેની એક સદી પહેલા શિકાગોમાં દુનિયાની ધર્મો માટેની પ્રથમ પાર્લામેન્ટમાં સ્વામી વિવેકાનંદે તેમનું ઉત્તેજક વક્તવ્ય આપ્યું હતું જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.દુનિયાના મુખ્ય ધર્મોના પ્રતિનિધિઓને તેમણે પોતાના ભાઈઓ અને બહેનો તરીકે સંબોધ્યા હતા અને ધર્માંધતા તથા અસહિષ્ણુતાનો અંત લાવવા હાકલ કરી હતી. ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૩ ના દિવસે નેશનલ મોલ ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સરહદો,ધર્મો અને જાતિઓના ભેદભાવ વચ્ચે “One World Family” (વસુધૈવ કુટુંબકમ)ના નેજા હેઠળ ૧૮૦ દેશોના લોકો વચ્ચે ઐક્યનો સેતુ બનાવશે.રાજ્યમાંથી અનેક લોકો વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લેવા અમેરિકા જઈ રહ્યા છે,તેમાં એ કલાકારો પણ છે જેઓએ ત્યાં ૧૦,૦૦૦ ની માતબર સંખ્યામાં ગરબો થવાનો છે તેમાં ભાગ લીધો છે. અંકલેશ્વરના એક વેપારી શ્રી રમેશ હંસોરા,૬૧,જણાવે છે,”માનવતાના આ ભવ્ય ઉત્સવમાં અમે ભાગ લઈ શકીશું એટલા નસીબદાર છીએ.અમે આ વૈશ્વિક મહોત્સવના મંચ પર ૧૦,૦૦૦ કલાકારોનો ગરબો રજુ કરીને ભારત માટે ગૌરવ વધારવા છેલ્લા ૧૦-૧૨ દિવસથી અભ્યાસ કરી રહ્યા છીએ.” એકતા સાધવા માટે આહારથી ઉત્તમ કંઈ નથી.અને તેથી આ કાર્યક્રમમાં દુનિયાભરની વાનગીઓ પણ હશે.આ ઉત્સવની એક વિશિષ્ટતા એ પણ છે કે તે ઉભરતા કલાકારોને તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક આપવા સંકલ્પબધ્ધ છે.

World Culture Festival 2023 – Pictures

https://drive.google.com/drive/u/1/folders/1umzrsHB7xUF6jIQoEQpPbfvLWZOKMmUv

List of speakers & agenda – WCF 2023- Speakers

https://drive.google.com/drive/folders/1qEZoOFdVoYj0FGd_FycESw7g0hbDbqPo?usp=share_link

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com