કોશિયા સાહેબ gj-૧૮ ખાતે કેટલા નમૂના લીધા એનો આંકડો આપો, સસ્તી સિદ્ધપુરી પ્રસિદ્ધિ કરતાં gj-૧૮માં રેડ પાડો
રાજ્યમાં અખાદ્ય ભેળસેળીયા સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતનું પાટનગર એટલે gj-૧૮ કહેવાય ત્યારે આ પાટનગરમાં અખાદ્ય ચીજ વસ્તુઓથી લઈને જિલ્લા તાલુકાઓમાં મોટો વેપલો ચાલે છે, ત્યારે gj-૧૮ પાટનગર એટલે તમામ પરિપત્રો, આદેશો, ઠરાવો બધું જ અહીંથી નીકળે પણ નિયમો બધા કાયદા તમામ અન્ય જિલ્લા તાલુકાઓ માટે જેઓ ઘાટ સર્જાયો છે, ત્યારે સૌથી વધારે કફોડી સ્થિતિ gj-૧૮ની છે, બાકી મીઠાઈઓ માવોથી લઈને અનેક ભેળસેળ ડુપ્લિકેટ વસ્તુનું ધૂમ વેચાણ થાય છે, ત્યારે ગઈકાલે સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂપિયા ચાર લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિલો ભેળસેળ વાળું ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો તેમાં કમિશનર દ્વારા પ્રેસ કરીને ડો.એમ.જી કોશિયા દ્વારા માહિતી પાઠવી ત્યારે gj-૧૮ જિલ્લામાં કેટલો જથ્થો પકડ્યો કેટલા નમૂના લીધા કેટલા ફેલ થયા? આ બધી માહિતી આપો, gj-૧૮ ખાતે કામગીરી ફૂડ એન્ડ ડ્રગની ‘૦’ જેવી છે.કમિશનર શ્રી ફાંકા ફોજદારી કરો છો, અને હાલ તમે રોજમદાર તરીકે જ કહેવાય સરકારમાં વાહવાહ કરીને તમે કામ મોટા કરીને મોટા તીર મારી રહ્યા છો એ ગોળી બધાને જે પીવડાવી રહ્યા છો, એ ભલે બધા પીવે પણ સૌથી વધારે ભેળસેળ gj-૧૮ એવા જિલ્લામાં તથા તાલુકામાં થઈ રહ્યું છે, દસ વર્ષનો રેકોર્ડ તપાસો gj-૧૮ ખાતે ગણ્યા ગાઠ્યા કેસ હશે તો તમારી કચેરી ને શું કરવાની? આરોગ્ય સાથે ચેડા જરા પણ ન ચલાવી લેવાય, ત્યારે હમણાં ડી માર્ટ ની અંદર એક્સપાયરી ડેટ નો માલ વેચાતો હતો તે ગોળની એક્સપાયરી ડેટ ૬ મહિનાની હોય જે પૂર્ણ થઈ ગયા બાદ બીજા નવા સ્ટીકર લગાવીને વેચતા ગ્રાહકે પકડતા આખરે આ કેસ હાલમાં ગ્રાહક સુરક્ષા ફોરમમાં ચાલી રહ્યો છે, ત્યારે નડિયાદ ખાતેના શ્રી ક્ષેમ કલ્યાણ મિલ્ક પ્રોડક્ટસમાં મહીધરા બ્રાન્ડનું ગીત ડુપ્લીકેટ પકડીને જે અંદાજે ચાર લાખનો માલ કબજે કરેલ તે સારું અને યોગ્ય છે, પણ gj-૧૮ ખાતે કેમ નથી કરતા? સૌથી વધારે ભેળસેળ અખાદ્ય ચીજ વસ્તુઓ અહીંયા વેચાય છે, ત્યારે અહીંયા પહેલા નજર નાખો.