કોંગ્રેસ નાં પ્રવક્તા ડૉ અમિત નાયક દ્વારા ભાજપા સરકાર અનામત વિરોધી અને એસસી, એસટી અને ઓબીસી સમાજનું શોષણ કરવાની નીતિઓમાં માનતી હોવાનો આક્ષેપ કરી તાત્કાલીક મહીલા અનામત બિલને લાગુ કરવાની માંગણી
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલા અનામત બિલ માં ઓબીસી, એસસી, એસટી અને માઈનોરિટી સમાજની મહિલાઓ ને અનામત નાં લાભ તાત્કાલિક મળે તે રીતે મહિલા અનામત બિલ લાગુ કરવાં અમદાવાદ ખાતે ધરણાં દેખાવો નો કાર્યક્રમ આપવામાં આવેલ.કેન્દ્ર ની ભાજપા સરકાર દ્વારા લોકસભા ની ચૂંટણીઓ પહેલા મતબેંક ની રાજનીતિ નાં મલિન ઇરાદા થી આનન ફાનન માં ઉતાવળે લોકસભા માં મહિલા અનામત બિલ લાવવામાં આવ્યું છતાં પણ કોંગ્રેસ અને તેનાં ગઠબંધન INDIA નાં સાથી પક્ષો નાં તમામ સાંસદો દ્વારા ઉપરોકત મહિલા અનામત બિલ ની તરફેણ માં મતદાન કરવામાં આવેલ છતાં પણ કેન્દ્ર ની મોદી સરકાર ઉપરોકત બિલ માં નીતિ વિષયક સુધારા બાદ જ બિલ લાગુ કરવાની વાત લાવી લોલીપોપ બતાવવાં માં આવી જેનાં લીધે ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સમિતિ દ્વારા દેશ નાં તમામ રાજ્યો નાં કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ ને તેમના રાજ્યો માં પ્રતીકાત્મક ધરણાં દેખાવો કરી કેન્દ્ર ની મોદી સરકાર ને કુંભકર્ણ નિંદ્રા થી જાગી મતબેંક ની લાલચ વગર તાત્કાલીક અસર થી ઉપરોકત મહિલા અનામત બિલ પસાર કરવા માંટે ની માંગણી કરવામાં આવી. ધરણાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં ઓબીસી ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન ઘનશ્યામ ગઢવી ની આગેવાની માં કરવામાં આવેલ જેમાં તેમણે જણાવ્યું કે હાલ દેશમાં 52% જેટલી ઓબીસી સમાજ ની વસતિ છે અને દેશ નાં પ્રધાનમંત્રી ખુદ ઓબીસી સમાજ થી હોવાનું કહી જાહેર મંચ પર થી મત ની માંગણી કરતાં હોય ત્યારે આ સમાજ ની અવગણના અને ખાસ કરી ઓબીસી મહિલાઓ નાં અનામત પ્રત્યે તેમની નિષ્ક્રિયતા ઉડી ને આંખે આવે છે . ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવક્તા ડૉ અમિત નાયક દ્વારા ભાજપા સરકાર અનામત વિરોધી અને એસસી, એસટી અને ઓબીસી સમાજ નું શોષણ કરવાની નીતિઓ માં માનતી હોવાનો આક્ષેપ કરી તાત્કાલીક મહીલા અનામત બિલ ને લાગુ કરવાની માંગણી કરી હતી અને જો ભાજપ સરકાર આ બાબતે ગંભીરતા સાથે નહિ વર્તે તો દેશ વ્યાપી તેના માઠા પરિણામ ભવિષ્ય માં ભોગવવા માટે ની તૈયારી રાખે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલ ચેરમેન ઘનશ્યામ ગઢવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ sc સેલ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક, રતનાંબેન વોરા, ઓબીસી સેલ પ્રદેશ ઉપ પ્રમુખ મુકેશ ગઢવી, અમદાવાદ ઓબીસી સેલ પ્રમૂખ જયસિંહ ઠાકોર, ઉપપ્રમુખ સંજય ગઢવી, નલિન બ્રહ્મભટ્ટ, ઓબીસી પ્રદેશ મંત્રી વ્રજ રાવ અને મોટી સંખ્યા માં ઓબીસી, એસટી, એસસી ડિપાર્ટમેન્ટ નાં કાર્યકર્ ભાઈ બહેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.