આરોપી જયંતી ઉર્ફે પાયલોટ
અમદાવાદ
પોલીસ કમિશનર, અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડના માર્ગદર્શન આધારે સ્કોડ-૦૫ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી હકિકત આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૧૨૩૦૮૮૪/૨૦૨૩ ધી ઇ.પી.કો. કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૪૩૫, ૧૧૪ ગુનાના કામે નહિ પકડાયેલ આરોપી જયંતી ઉર્ફે પાયલોટ સ/ઓ ગલાજી ઠાકોર રહે. શક્તિનગર, જોગણીમાતાનુ મંદિર, કઠવાડા રોડ, માછલી સર્કલ પાસે, નરોડા, અમદાવાદ શહેર નાને તા.૦૨/૧૦/૨૦૨૩ ના કલાક ૧૬/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.આ કામનો આરોપી અગાઉ નરોડા પો.સ્ટે. ખાતે મારામારીના ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ પાસાપણ ભોગવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
(૧) પો.ઇન્સ. શ્રી જે.વી.રાઠોડ (માર્ગદર્શન)
(૨) પો.સ.ઇ.શ્રી. ઝેડ.એસ.શેખ (સુચના)
(૩) હે.કો. હરપાલસિંહ પવનસંગ
(૪) હે.કો. કમલેશકુમાર મણીલાલ(બાતમી) (૫) હે.કો. જયેન્દ્રસિંહ વિરભદ્રસિંહ
(૬) પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ
(૭)લો.કો.નાગપાલસિંહ મહેન્દ્રસિંહ (બાતમી)