પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમના સાથીદારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.જેમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા છે.
ક્યારે મતદાન થશે, પરિણામ ક્યારે ?
મિઝોરમ- 7 નવેમ્બર
મધ્ય પ્રદેશ- 17 નવેમ્બર
રાજસ્થાન – 23 નવેમ્બર
છત્તીસગઢ- 7 અને 17 નવેમ્બર
તેલંગાણા- 30 નવેમ્બર
તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે એકસાથે આવશે.
5 રાજ્યોમાં 679 વિધાનસભા બેઠકો- EC
મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.
મતદારોની સંખ્યા
મધ્યપ્રદેશ 5.6 કરોડ
રાજસ્થાન 5.25 કરોડ
તેલંગાણા 3.17 કરોડ છત્તીસગઢ 2.03 કરોડ
મિઝોરમ 8.52 લાખ
ચૂંટણી પંચની મહત્વની વાતો, મહિલાઓ 8192 મતદાન કેન્દ્રની કમાન સંભાળશે
પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટે 1.77 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. તેમની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે છે. 15.39 લાખ મતદારો એવા છે કે જેઓ 18 વર્ષ પૂર્ણ કરવાના છે અને જેમની એડવાન્સ અરજીઓ આવી છે.
17734 મોડેલ બૂથ અને 621 મતદાન મથકનું સંચાલન વિકલાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.
1.01 લાખ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે. આદિવાસીઓ માટે ખાસ બૂથ હશે. 2 કિલોમીટરની અંદર મતદાન મથકો હશે.
પ્રથમ વખત, છત્તીસગઢ-ઓરિસ્સા બોર્ડર પર ચાંદમેતામાં અને જગદલપુર બસ્તરમાં તુલસી ડોંગરી હિલ વિસ્તારમાં મતદાન મથક બનાવવામાં આવ્યું છે. અગાઉ ગ્રામજનોએ મતદાન કરવા માટે 8 કિમી ચાલીને બૂથ સુધી જવું પડતું હતું.
રાજસ્થાનના માઝોલી બાડમેરમાં બૂથ 5 કિમી દૂર હતું. 2023ની ચૂંટણી માટે 49 મતદારો માટે નવું બૂથ બનાવવામાં આવ્યું છે.
સી વિજીલ એપ દ્વારા ચૂંટણી પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવશે. લોકો એપ દ્વારા ફરિયાદ કરી શકશે.