વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતના ગામડા બન્યા વાયબ્રન્ટ અને આત્મનિર્ભર : સાણંદ GIDCએ સંપાદન કરેલા 4 ગામમાં પંચાયતની 10 વર્ષની વ્યવસાય વેરાની આવક ₹ 20 કરોડથી વધુ

Spread the love

કંપનીઓ દ્વારા ચૂકવાતા વેરાથી ત્રણ પંચાયતમાં દર વર્ષે એક કરોડથી વધુની આવક : ગ્રામજનોના સામાજિક અને આર્થિક જીવનમાં 360 ડિગ્રી પરિવર્તન આવ્યું

ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાતના દસમા સંસ્કરણના આયોજન તરફ અગ્રેસર છે. 20 વર્ષ પહેલા વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનના પરિણામે, ગુજરાત આજે એક ઔદ્યોગિક હબ બનીને ઊભું છે. છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના લીધે, આજે ગુજરાતના ગામડાઓ સુધી આર્થિક સુખાકારી પહોંચી છે. અમદાવાદના સાણંદ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં વિશ્વની જાણીતી કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા છે અને તેના પરિણામે, આસપાસના ગામડાઓમાં વસતા લોકોના જીવનમાં, આર્થિક અને સમાજિક ઉત્થાનનો નવો અધ્યાય શરૂ થયો છે. સાણંદ-2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા આસપાસના 4 ગામોની 2003 હેક્ટર જમીનને સંપાદિત કરવામાં આવી હતી. તેમાં બોળ, હીરાપુર, શિયાવાડા અને ચરલ ગામનો સમાવેશ થાય છે. અહીં કંપનીઓએ એકમો સ્થાપિત કર્યા બાદ, ગ્રામ પંચાયતને વ્યવસાય વેરાની આવક શરૂ થઇ છે. વર્ષ 2012-13 થી 2021-22 સુધીના સમયગાળામાં સૌથી વધુ બોળ ગામને ₹ 13 કરોડથી વધુનો વેરો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ હીરાપુર (₹ 3.95 કરોડ), ચરલ (₹ 1.97 કરોડ) અને શિયાવાડાને ₹ 1.31 કરોડનો વ્યવસાય વેરાની આવક થઇ છે.

ગામ* *વ્યવસાય વેરાની આવક (2012-13 થી 2021-22 સુધી)

બોળ ₹ 13,09,57,379

હીરાપુર ₹ 3,95,77,491

ચરલ ₹ 1,97,00,669

શિયાવાડા ₹1,31,32,343

કુલ* ₹20,33,67,882

શૂન્યમાંથી વેરાની આવક કરોડો સુધી પહોંચી

વર્ષ 2012-13માં આ ચાર ગામડાઓમાં વ્યવસાય વેરાની આવક શૂન્ય હતી. જે વર્ષ 2021-22માં સમયાંતરે વધતાં એક કરોડથી વધુ પહોંચી છે. વર્ષ 2021માં બોળ ગામની આવક ₹ 2.4 કરોડ, હીરાપુર (₹ 93.25 લાખ), ચરલ (₹ 29.45 લાખ) અને શિયાવાડાની આવક ₹ 35.26 લાખ થઇ છે.

10 વર્ષમાં છારોડી પંચાયતની આવક ₹15 કરોડથી વધુ

સાણંદથી 15 કિમી દૂર છારોડીમાં GIDCના લીધે, છારોડી ગ્રામ પંચાયતની આવક પણ દસ વર્ષમાં બમણી થઇ છે. વર્ષ 2012-13માં, છારોડી પંચાયતને વ્યવસાય વેરાની ₹ 52.38 લાખની આવક થઇ હતી, જે વર્ષ 2021-22માં વધીને ₹ 1.35 કરોડ થઇ ગઇ છે. 2012-13થી 2021-22 સુધીમાં, છારોડી પંચાયતને ₹ 15.54 કરોડની વ્યવસાય વેરાની આવક થઇ છે.

અમારા ગામમાં હવે ટેક્સ પેયર છે અને સૌનું જીવન 360 ડિગ્રી બદલાઇ ગયું: સરપંચ, બોળ

ઔદ્યોગિક એકમોના આગમનથી ગ્રામજનોના જીવનમાં આવેલા પરિવર્તન વિશે બોળ ગામના સરપંચ નરેન્દ્રસિંહ બારડે જણાવ્યું કે હવે આ ગામમાં ઘણા લોકો ટેક્સપેયર બની ગયા છે. ગામમાં સામાજિક અને આર્થિક સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને ઘણા લોકોએ અલગ અલગ વ્યવસાયો શરૂ કર્યા છે, જેનાથી તેમના જીવનમાં 360 ડિગ્રી પરિવર્તન આવ્યું છે. આસપાસના ગામડાઓમાં પણ તેનો પ્રભાવ જોવા મળ્યો છે અને અમારા જીવનમાં આવેલા આ પરિવર્તન માટે અને નરેન્દ્ર મોદી સાહેબનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

બોળ ગામમાં ગટરલાઇનનું નેટવર્ક અને સીસીટીવી, પહેલી બાળકીના જન્મ પર રોકડ પ્રોત્સાહન

બોળ ગામમાં થયેલા વિકાસકાર્યો અંગે વાત કરતા સરપંચ નરેન્દ્રસિંહ બારડે જણાવ્યું કે સમગ્ર ગામમાં ગટરલાઇનનું નેટવર્ક વિકસિત કરવામાં આવ્યું છે. ગામમાં આરસીસી રોડ, સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. પંચાયતમાંથી ગ્રામજનોને સૂચન આપવા માટે આખા ગામમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવી દેવામાં આવી છે. તે સિવાય કન્યા કેળવણીના ભાગરૂપે, કોઈ પણ પરિવારમાં પહેલી દીકરીનો જન્મ થાય તો પંચાયતના સ્વભંડોળમાંથી ₹ 5 હજાર પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે. સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કલેક્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com