ગુડા દ્વારા ગરીબોથી લઈને મધ્યમ વર્ગ માટે જે મકાનો ૧-મ્ૐદ્ભ અને ૨-મ્ૐદ્ભ બનાવવામાં આવ્યા છે, તે મકાનોમાંખરેખર જાેવા જઈએ તો સાત વર્ષનો નિયમછાપેલો છે, તેમાં જે અરજદારનેમકાન લાગે ત્યારે સાત વર્ષસુધી કોઈપણ અરજદાર મકાન ભાડે આપી શકે નહીં વેચી શકે નહીં, ત્યારે સાત વર્ષ પૂર્ણ થયા બાદ હવે ગુડા નવા ઘરના કાયદા નીકાળવા નીકળી છે, તેમાં દસ્તાવેજ થાય પછી ૧૦ વર્ષ ગણવા એટલે અગાઉ ૭ થી ૧૦ વર્ષ થઈ ગયા અને બીજા ૧૦ વર્ષ ગણો એટલે મકાનનું આયુષ્ય પૂરું થઈ જાય જેથી પછી બિલ્ડરોના લાભાર્થે રી ડેવલપમેન્ટ આવશે, કારણ કે આવનારા દિવસોમાં પીડીપીયુ રોડ તથા રાયસન ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટ બનવાનો હોવાથી બીજાે કોઈ વિકલ્પ હોય તો આ મકાનો જે ચાર માળના છે, જેનો સમય મુદત વધારી દેવામાં આવે જેથી કોઈ મકાન લે નહીં અને મકાન કંડમ થઈ જાય પછી રીડેવલપમેન્ટ ની સ્કીમ લાવવા ગુડા બિલ્ડરોના ખોળે બેસી હોવાની ચર્ચા સાંભળવા મળી છે.
ગુડા ના રહીશો પંડિત દિન દયાળ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી (રાયસણ) દ્વારા સરકારમાં પરિપત્ર મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત એલઆઈજી સ્કીમના મકાનો ફાળવણી થયા બાદ એટલે કે ગુડા દ્વારા પત્ર પાઠવ્યા બાદ સાત વર્ષ ગણવામાં આવે ત્યારે દસ વર્ષ થવાની તૈયારીમાં છે, ઘણાને આઠ વર્ષ થવા આવ્યા છે, ત્યારે ૨૦૧૬ ની સાલમાં ઘણી જગ્યાએ આવાસોનો કબજાે સોંપવામાં આવેલ છે, ફાળવણીથી નવું વર્ષ અને ત્રણ મહિના જેટલો સમય થયો છે, અને નિયમ મુજબ સાત વર્ષ હોવા છતાં ગુડા દ્વારા નિયમો નવા નિત કાઢી રહી છે, ત્યારે ગુડાના રહીશો દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવીને અગાઉના નિયમમાં સ્પષ્ટ લખવામાં આવેલ છે, કે અરજદારની સાત વર્ષની મર્યાદા સુધી જાે મકાન અન્યને તબ દિલ કે ભાડે આપી શકાશે નહીં, પ્રોપર્ટી કાર્ડ પણ ડ્ઢન્ઇ/જીન્ઇ તથા સીટી સુપ્રીપ્ટેન્ડેન્ટ એ બનાવેલ ન હોય અને દસ્તાવેજ કરી દીધેલ હોવા છતાં સરકારના ચોપડે ચડેલ નથી પત્રમાં અનેક રજૂઆત રજૂઆતો બાદ ગુડા દ્વારા શું પગલા લેવામાં આવે છે તે હાલ પેન્ડિંગ છે.ગુડા દ્વારા નાના મકાન માલિકોનેહેરાન કરવા અવનવી તરકી લાવે છે, ત્યારે ગુડા નહીં પણ અન્ય જે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ થી લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાનો બનાવી રહી છે, તેમાં પણ નિયમો સાત વર્ષના છે, ત્યારે ગુડા હજુ હમણાં નવી પેદા થયેલી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા ગ્રામ નિર્માણ બોર્ડની કચેરીમાંથી તેમના પરિપત્રો ઠરાવો અને નિયમોની ઝેરોક્ષ કરીને નિયમો બનાવ્યા છે, તથા ઔડાના અને રાજકોટ રૂડામાંથી નિયમો ઉઠાવીને નોટંકી કરી છે, ત્યારે નાના અનેમધ્યમ વર્ગને હેરાન કરવાનોજે પ્લાન હોય તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.ગુડાના રહીશોને જ્યારથી મકાનો ફાળવવામાં આવ્યા ત્યારે આજ દિન સુધી મકાનમાં મરામત થી લઈને રીપેરીંગ પાણી લીકેજ આ બધા પ્રશ્નો જે તે કંપનીએ મકાનો બનાવ્યા હતા તેની ગેરંટી હતી, તેમાં કોઈ જ કામ કરવામાં આવ્યું નથી, ત્યારે ગુડા દ્વારા કંપનીના પાંચ કરોડ કાપી લીધા હતા ત્યારે આ પેમેન્ટ પાંચ કરોડનું ગુડા પાસે જમા છે, તો મકાનોમાં લીકેજથી લઈને અનેક સમસ્યા હોવા છતાં એક પણ કામ થવા પામેલ નથી. લોકો પરેશાન થઈ ગયા છે, મકાનોનું આયુષ્ય ૧૫ થી ૨૦ વર્ષ હોય ત્યારે દસ વર્ષનોગાળો થવા આવ્યો ત્યારે ગુડ ભલે નવા નિયમો લાવવા થનગની રહ્યું છે, તેમાં દસ્તાવેજ પછીના દસ વર્ષ ગણવા, ગુડાએ અનેક શ્રમજીવી મધ્યમ વર્ગને ખાડામાં ઉતારી દીધા છે દસ્તાવેજ અગાઉ બનાવ્યા તેમાં ૩૪,૦૦૦ નો ખર્ચ અને અત્યારે ?૩૦૦ માં સ્ટેમ્પ લેવાય છે, ત્યારે આ નુકસાની ની ભરપાઈ કોણ કરશે? ગુડા દ્વારા ૫૦ હજાર મેન્ટેનન્સ લેવામાં આવ્યું તે આજીવન કહી શકાય પણ તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, એક સોસાયટી બનાવી છે, તેમાં ૧૨ બ્લોક ગણવામાં આવે તો ૫૦ હજાર મેન્ટેનન્સ ની રકમ કેટલી થાય કરોડો ઉપરનો આંકડો છે, ત્યારે ૧૨ બ્લોક હોય તો ૧ કરોડ ૯૨ લાખ થાય તેા વ્યાજમાંથી મેઇન્ટેનન્સ ખર્ચ નીકળી જાય,