ગોળમાં એક્સપાયરી ડેટના નવા સ્ટીકર લગાવીને જ ઝગલરી કરતી કંપની રોસીડ તથા ડીમાર્ટને ૧ લાખનો દંડ

Spread the love

જાગો ગ્રાહકો જાગો ભેળસેળીયા ભાગો, સે-૨૫ ‘ડી માર્ટ’માંથી ખરીદેલ ગોળ એક્સપાયરી ડેટનો?

ફરિયાદીને ૧૦ હજાર તથા ગોળની કિંમત પરત વ્યાજ સાથે આપવી, ૫૦ હજાર ગ્રાહકને ચૂકવવા આદેશ

આજે દેશમાં અનેક યુવાનો એટેક જેવી બીમારીઓના કારણે મરી રહ્યા છે, હમણાં રોજબરોજ ફક્ત ગુજરાતમાં પાંચ જેટલા યુવાનોના મૃત્યુ એટેકથી થઈ રહ્યા છે ,આનું કારણ ભેળસેળીયા ચીજ વસ્તુઓના કારણે નળિઓ બ્લોક થઈ જાય છે, સરકાર દ્વારા હમણાં જ ફાર્માસિસ્ટ નું લાયસન્સ ન હોય અને દુકાનો ચલાવતા હતા, ત્યારે ૧,૦૦૦ નો દંડ હતો. હવે એક લાખનો કરતા અનેક બોગસિયા દુકાનો શટર પાડવા માંડ્યા છે,ત્યારે ગ્રાહક એક રાજા છે ,ગ્રાહકને બે વસ્તુ જાહેરાતમાં સરકાર દ્વારા સમજાવવામાં આવે છે ,તેમાં એક્સપાયરી ડેટ અને વેરા સહિતની કિંમત , ત્યારે હવે ઘણી કંપનીઓ ઝગલરી કરીને જે ડેટ ઓવર એટલે કે એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય તેમાં નવા સ્ટીકર બીજા છ મહિનાના ઉમેરીને લોકોને ચીજ વસ્તુઓ વેચીને તગડા બની રહ્યા છે ,ત્યારે ગ્રાહક એવી પ્રજા ભલેને ભેળસેળ ખાઈને મરે ત્યારે ઘણીવાર ગ્રાહક પણ માથાનો મળી જાય તો હેલ્થ ઇઝ વેલ્થ જીવનમાં આરોગ્યથી વિશેષ મોટું કશું નથી ,ત્યારે આરોગ્ય સાથે ચેડા કરતાં આવા તત્વો સામે ગ્રાહક સુરક્ષાએ ખૂબ મોટું જજમેન્ટ આપ્યું છે ,ત્યારે કોઈ ચાકુ બતાવે , રિવોલ્વર બતાવે અને કોઈને મારી દે તો ખૂન (મર્ડર) કહેવાય ,ત્યારે ભેળસેળ અને એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ લોકોને ખવડાવીને ઝેર જ ખવડાવી રહી છે, ત્યારે આ એક પ્રકારનું મર્ડર જ છે, ત્યારે અનેક આશાસ્પદ યુવાનો એટેકથી મૃત્યુ પામ્યા , તેનું કારણ ખોરાકમાં ભેળસેળ જ છે,આજે ગ્રાહકો ‘ડી માર્ટ’ જેવી મોટી કંપની પર વિશ્વાસ અને ટ્રસ્ટ કરે છે, ત્યારે ‘ડી માર્ટ’ માંથી ખરીદેલી ચીજ વસ્તુઓ એક્સપાયરી ડેટ ની વેચતી હોય તો ગ્રાહકે શું કરવાનું? જે પણ કંપનીની ભૂલ હોય તો ડીમાર્ટ ની જવાબદારી કેમ નહીં? ચકાસવાની જવાબદારી કોની? ત્યારે એક ઘટના ‘ડી માર્ટ’ માંથી ખરીદેલી ૬૫ રૂપિયાની કિંમતનો ગોળ જેમાં બે બરણી ગોળની ગ્રાહકે ખરીદેલ જે ગોળ એક્સપાયરી ડેટનો હોય ,જેથી ડિમાર્ટ અને રોસીડ ઇન્ડસ્ટ્રીઝને એક લાખનો દંડ ગ્રાહક તકરાર ગાંધીનગર દ્વારા કરવામાંઆવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના અરજદાર ફરિયાદી દ્વારા સેક્ટર ૨૫ ખાતે આવેલ ‘ડી માર્ટ’ માંથી બે ગોળની બરણી ખરીદી હતી, જે પેક હતી, બરણી એક ગોળ ની કિંમત ૬૫ રૂપિયા તેમ ૧૩૦ રૂપિયાનું બિલ ચૂકતે કરેલ, ત્યારે બંને બરણીમાંથી બંનેના સ્ટીકર અલગ અને એક બરણીમાં એક્સપાયરી ડેટ થઈ ગયેલ ગોળ હતો, જેથી આ સંદર્ભે અરજદાર પંકજ આહીર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગાંધીનગરમાં ફરિયાદ કરેલ, ત્યારે ડી માર્ટ અને કંપની રોસીડ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ મકરબા ખાતે ઝગેરી નામની ગોળ વેચે છે, જે ગોળ ડી માર્ટ ખાતે વેચાતો હતો, ત્યારે ગ્રાહકે ફરિયાદ કરતા બંને કંપની દ્વારા વકીલ રોકવામાં આવેલ, ત્યારે ગ્રાહકને અનેક લાલચો આપીને કેસ પાછો ખેંચવા પણ પોતે અનેક લોકોને લઈને આવ્યા હતા અને ત્રણ વખત એક એડવોકેટને લઈને આવ્યા પણ ગ્રાહક ટસનો મસ ન થતાં તથા આખરે કોર્ટમાં કેસ ચાલ્યો હતો, કેસમાં વિગતો અનુસાર ગ્રાહકે જણાવેલ કે ગોળ એક્સપાયરી ડેટ નો હતો અને જે એક્સપાયરી ડેટ નક્કી કરવામાં આવે છે ,તે લેબથી લઈને ફૂડ એન્ડ ડ્રગ્સમાં પ્રમાણપત્ર મેળવીને નક્કી કરવામાં આવે છે ,ત્યારે કંપનીએ જે ગોળમાં ડેટ………. મારી હતી, તેમાં જાેવા જઈએ તો એક વર્ષ પછીનો માલ લોકોને પધરાવતી હોય તેવું પુરવાર થાય છે ,કંપનીએ કહ્યું કે ભૂલથી સ્ટીકર લાગી ગયું છે, તો સ્ટીકર આવ્યું ક્યાંથી? ત્યારે ગ્રાહકે જણાવેલ કે લાખોની કરોડો લોકો ડીમાર્ટ ઉપર ટ્રસ્ટ કરે છે, અને ત્યાંથી ખરીદે છે. હું પણ ગ્રાહક છું, ત્યારે કંપની રોસીડ ઇન્ડસ્ટ્રી જે પોતે……… ગોળ પેકિંગ કરીને વેચે છે, આ નામથી ,તો ડીમાર્ટ ની જવાબદારી શું? ‘ડી માર્ટ’ ની જવાબદારી ના હોય તો અનેક લોકો માલ એક્સપાયરીનો અને ભેળસેળિયા વાળો વેચી જશે ,ત્યારે આ જવાબદારી ‘ડી માર્ટ’ ઉપરાંત ગોળની કંપનીની પણ હતી, જેમણે ઝગલરી કરીને જગેરી ગોળ લોકોને એક્સપાયરી ડેટ નો પધરાવ્યો ,જે લાખો ગ્રાહકો ડી માર્ટમાંથી ખરીદી કરે છે ,ત્યારે એક્સપાયરી ડેટ નો માલ લોકોને પધરાવીને લાખો વ્યક્તિઓ ,ગ્રાહકો સાથે આરોગ્ય સાથે ચેડા કરવા બરાબર છે ,કોઈ માણસને ચાકુ મારે,ગોળી મારેતો મર્ડર કહેવાય તો આને શું કહેવાય? રોજબરોજ યુવાનો મરી રહ્યા છે, શેના કારણે? ભેળસેળ વાળી ચીજ વસ્તુઓના કારણે ,ત્યારે અરજદારે જણાવેલ કે મેં આ ફરિયાદ કરી છે, તેમાં હજારો નહીં લાખો ગ્રાહકો માટે સીમા ચિન્હ કહી શકાય.આરોગ્ય સાથે ચેડા કરતી કંપનીને કોઈ પણ સંજાેગોમાં ચલાવી ના લેવાય ત્યારે મેં ગોળની બે બરણી ખરીદી તો આવી બરણી અને ગ્રાહકોએ ખરીદી હશે, ત્યારે ‘ડી માર્ટ’માં અનેક જગ્યાએ સ્ટોલો છે, તે સ્ટોલો ઉપર પણ ગોળ વેચાયો છે અને આ ગોળની કંપની રોસીડ ઝગેરીને ખબર છે, કે ‘ડી માર્ટ’માં દૂળ પણ વેચાઈ જાય, અને ‘ડી માર્ટ’ ઉપર ગ્રાહકોનો વિશ્વાસ ગજબનો છે, ત્યારે આ કંપનીએ માલ તો ‘ડી માર્ટ’માં વેચાણમાં મુક્યો એમાં ઘણી બરણી ગોળની એક્સપાયરી ડેટની હતી, ત્યારે ઘણા ગ્રાહકોને એક્સપાયરી ડેટ નો માલ ગળે આવ્યો હશે, ઘણાયે ૬૫ રૂપિયાની કિંમતના ગોળના કારણે ફરિયાદ કરવાનું ટાળ્યું હશે, પણ શું કામ ? બધામાં જાગૃતતા આવી જ જાેઈએ ભેળસેળ અને ખાસ એક્સપાયરી ડેટ નો માલ એટલે ઝેર કહી શકાય જે આરોગ્ય સાથે કંપનીએ ચેડા કરવા બરાબર ગણી શકાય ત્યારે ગ્રાહકે રજૂઆત ગ્રાહક તકરારમાં કરેલ ત્યારે સામે ‘ડિમાર્ટ’ના વકીલ દ્વારા જણાવેલ કે ‘ડિમાર્ટ’ ની સામે આક્ષેપ નથી ત્યારે ગ્રાહકે જણાવે કે ‘ડિમાર્ટ’ ની જવાબદારી હતી અનેક લાખો ગ્રાહકોનો વિશ્વાસ છે ત્યારે ચકાસણી કરવાની જવાબદારી પણ હતી ત્યારે રોશિલ ઝગેરી વતી એડવોકેટ દ્વારા જણાવેલ કે સ્ટીકરમાં ભૂલ થઈ ગઈ છે તે સ્વીકાર્યું હતું પણ ગોળ, તારીખ ક્વોલીટીનો છે, પણ ભૂલ થાય કઈ રીતે? ગ્રાહકે જણાવેલ કે સુપર વિઝન અને સુપરવાઇઝર હોય ત્યારે મોટી આટલી કંપની પ્રિન્ટેડ સ્ટીકરો હોય તો પછી મજુર થી કઈ રીતે ભૂલ થાય? ગ્રાહક દ્વારા આરોગ્ય સાથે ચેડા અને એક્સપાયરી ડેટ થઈ ગયા બાદ નવા સ્ટીકરો લગાવીને ગોળ વેચીને ગ્રાહક જાેવા જઈએ તો ઝેર ખાધા બરાબર ગણી શકાય તો ૬ મહિનાની એક્સપાયરી ડેટ પછી પાછા બીજા છ મહિના એટલે ગ્રાહક એક વર્ષનો ગોળ આરોગી રહ્યો છે, જે નિયમો બનાવ્યા તે ૬ મહિનાની એક્સપાયરી ડેટ લેબ દ્વારા મંજૂર કર્યા છે, ગોળ સારો છે, એવું ક્વોલીટી એક્સપાયરી ડેટ બાદ કશું ના ગણાય, ત્યારે જજમેન્ટમાં ફરિયાદી આઈપીસી ની કલમ ૨૭૩ કરવા અને કાયદા અનુસાર પગલા લેવાનો પણ નિર્દેશ આપ્યો છે જે સજાને પાત્ર છે અને અભિપ્રાય મુજબ કાર્યવાહી થઈ શકે છે, ખાદ્ય ભેળસેળ નિવારણ અધિનિયમ ૧૯૫૪ ની જાેગવાઈ ઉક્ત લેવામાં આવેલ છે.
વધુમાં ગ્રાહક તકરાર દ્વારા ઓર્ડરમાં ફરિયાદીને પ્રતિસ્પર્ધીઓ તરફથી ૧૦,૦૦૦ ૧૩૦ રૂપિયાનો ગોળના ૯ ટકા પીએ ના દરે વ્યાજ સાથે વસૂલવા માટે હકદાર જે ચુકાદાની નકલ તારીખથી ૩૦ દિવસની અંદર વધુમાં માનસિક વેદના અને વળતર શીર્ષક હેઠળ એક લાખની રકમ વસુલવા હકદાર, જે રકમને ચૂકવવાની રહેશે જે હુકમ ખુલ્લી અદાલતમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી સોની, જીગર પી જાેશી દ્વારા સંભળાવવામાં આવ્યો હતો

જાગો ગ્રાહકો જાગો, ગમે તેટલી કિંમતની ચીજ વસ્તુઓ હોય પણ ભાવ વધારે લેતા હોય અથવા એક્સપાયરી ડેટ નો માલ વેચતા હોય તો ચલાવી લેવાનું ટાળો, ૫૦થી લઈને ૧૦૦ રૂપિયાની વસ્તુમાં શું ફરિયાદ કરવી ? ત્યારે ૫૦ થી ૧૦૦ રૂપિયાની ચીજ વસ્તુનું વેચાણ લાખોમાં નહીં કરોડોમાં છે, આરોગ્ય સાથે ચેડા જરાય ચલાવી ના લેવાય હેલ્થ ઇઝ વેલ્થ, આજે નવ યુવાનો એટેકના કારણે મરી રહ્યા છે, શું કારણ? આ ભેળસેળીયા અને એક્સપાયરી ડેટનો માલના કારણે ગ્રાહક સુરક્ષા દ્વારા જે જજમેન્ટ આપ્યું તેમાં શહેરમાં ચર્ચાનો વિષય ‘ડી માર્ટ’ સેક્ટર-૨૫ ખાતે ખરીદેલ ગોળ એક્સપાયરી ડેટનો આવતા ગ્રાહકે ગ્રાહક તકરારમાં ફરિયાદ કરતા એક લાખનો દંડ કંપની તથા ગોળ વિક્રેતાને થતા ભારે ચર્ચાસ્પદ બન્યો, ગ્રાહક તકરારમાં કેસોની સંખ્યામાં વધારો, ગ્રાહકોમાં જાગૃતિ લાવવા તકરાર પંચ સફળ રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com