દહેગામની ડેરીમાંથી અંદાજે રૂ. ૩.૫૦ લાખનો લુઝ ક્રીમનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

Spread the love

કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરીને ગાંધીનગરના દહેગામ ખાતે દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ કરવામાં આવે છે, તેવી મળેલ બાતમીના આધારે ગાંધીનગર વડી કચેરીના માર્ગદર્શન હેઠળ તા. ૧૭-૧૦-૨૦૨૩ના રોજ ગાંધીનગર વડી કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસર અને ફુડ સેફ્ટી ઓફિસર અને અમદાવાદ ગ્રામ્ય કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસર અને ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત પણે સફળ રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે, મે. દ્વારકેશ ડેરી પ્રોડક્ટ્સ, ૩૨૨૨ જી. એફ. આદર્શ શાળાની બાજુમાં કુબેરનગર, જી. અમદાવાદ દ્વારા ઉત્પાદિત ક્રીમનો લુઝ જથ્થો મે. જલારામ ડેરી, ૩-૮-૧૨૮ લુહાર ચકલા,તા. દહેગામ, જી. ગંધીનગર નામની પેઢીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થ ક્રીમને કોઈપણ પ્રકારના લેબલ ડીક્લેરેશન વગર(મીસબ્રાન્ડેડ) પ્લેન પ્લાસ્ટીકની થેલીઓમાં પેક કરેલો હતો તેમજ અનહાઈજેનીક પરિસ્થિતિમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ હોવાથી આ ક્રીમનું ઉત્પાદન કરનાર પેઢીના માલિક જીગ્નેશ બુધાભાઈ બારોટને સ્થળ પર બોલાવીને તેમની હાજરીમાં નમૂનો લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત આશરે ૧૪૦૦ કિલોગ્રામ ક્રીમનો લુઝ જથ્થો કે જેની અંદાજિત કિંમત રૂ. ૩.૫૦ લાખ થાય છે, તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.

વધુમાં આ ખાદ્ય પદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com